અલા આ જબરું કાઢ્યું હો / ચિંતાજનક વાત : આ કંપનીના ફોનનો કેમેરો તમારા કપડાંની આરપાર જોઈ શકે, જાણો કેવી રીતે…

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

OnePlus કંપનીએ એક એવો મોબાઈલ બનાવ્યો છે જેના કેમેરાથી કપડાંની આરપાર જોઈ શકાય. પરંતુ આવો મોબાઈલ બનાવ્યો જ શું કામ જે કપડાંની આરપાર જોઈ શકે. જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે OnePlus 8 Pro ના સેલને બૂસ્ટ કરવા માટે તેના કેમેરામાં એક અસાધારણ ફીચર નાખવામાં આવ્યું જે ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરતું હતું.

આ કેમેરાથી કપડાંની આરપાર જોઈ શકાય!
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ તેના કારણે સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે આ ડિવાઈસના કેમેરાએ કપડાંની આરપાર જોવાનું શરૂ કરી દીધુ તો લોકોની પ્રાઈવસી જોખમમાં આવી ગઈ. હકીકતમાં કંપનીએ આ ફોનના કેમેરાને કપડાં ઉપર ટેસ્ટ કરીને જોયો નહતો. પરંતુ જ્યારે લોકોએ તેને સ્વીકાર કરવાની ના પાડી દીધી તો કંપનીએ નવા અપડેટ દ્વારા ફોનમાંથી આ ફીચર હટાવી લીધુ.

મોબાઈલ કંપનીએ માફી માંગવી પડી
અત્રે જણાવવાનું કે ફોનમાં આવા ફીચર માટે Shenzhen Company એ ચીનના સોશિયલ મીડિયા એપ Weibo પર એક નિવેદન બહાર પાડીને માફી પણ માંગી હતી. હકીકતમાં અનેક યૂઝર્સે આ ફોનથી એવા ફોટા ખેંચીને સોશીયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા જેમાં તેમના કપડાંની આરપાર જોઈ શકાતું હતું.

કેમેરા કેવી રીતે જોઈ શકે છે કપડાંની આરપાર?
નોંધનીય છે કે OnePlus 8 Pro નો કેમેરો ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરતો હતો અને પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓની આરપાર જોઈ શકતો હતો.

અત્રે જણાવવાનું કે OnePlus 8 Pro માં ફોટોક્રોમ લેન્સ સહિત 4 Rear કેમેરા હતા. તેનું ફિલ્ટર ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરીને ફોટાને યૂનિક કલર આપતો હતો. OnePlus 8 Pro ના કેમેરાની આ ખાસિયત પર સૌથી પહેલા ધ્યાન અમેરિકામાં અપાયું. અમેરિકાના બેન ગેસ્કિન (Ben Geskin) એ તેનો ખુલાસો કર્યો. તેમણે OnePlus 8 Pro ના કેમેરાથી એક વીડિયો રેકોર્ડ કરીને પોસ્ટ કર્યો. આ વીડિયોમાં Apple TV સેટ ટોપ બોક્સની આરપાર જોઈ શકાતું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.