મોટા કાંડમાં ફસાયો / યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, જુઓ આ મોટો કાંડ કરવા જઈ રહ્યો હતો યુવાનેતા, ખુદ રેન્જ IG એ કર્યો મોટો ખુલાસો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી. પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાની પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે યુવરાજસિંહ જાડેજાની સત્યતા જાણ્યા વિના ઉમેદવારો કોઇ વાતમાં કુદી ન પડે. તેઓ દ્વારા રાત્રે ઉમેદવારો અને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી પાસે ઉશ્કેરણી કરવાની પણ વીડિયો ક્લીપ છે. પોલીસ સાથેની માથાકૂટના વીડિયો રેકોર્ડિંગ પણ છે. કોઇ પણ ઉમેદવારની કારર્કિદી બગડે તેમ પોલીસ ઇચ્છતી નથી.

ઉશ્કેરણીથી કોઇ ખોટુ કામ કરશે તે ચલાવી લેવાશે નહી.પોલીસ એક તરફ પેપરલીક કેસ મામલે સખત કાર્યવાહી કરી જ રહી છે. અને હવે આગળની કાર્યવાહી કોર્ટમાં થશે તેમ જણાવ્યું હતું. વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા.

આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ યુવરાજસિંહ પર છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

​​​​​​​યુવરાજસિંહે પોતાની ગાડીમાં બેસી ગાડી પોલીસ પર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હતો. તેમની ગાડીમાં એક કેમેરો છે, જેમાં રેકોર્ડિંગ થાય છે તે રેકોર્ડિંગથી સાબિત થાય છે કે પોલીસ પર હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ અહીં આવી હોહા કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને એ સમજવું જોઈએ કે, યુવરાજ સિંહે શું કર્યું છે.

અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, આ કિસ્સામાં પોલીસ પર ગાડી ચઢાવી, પોલીસ સાથે ઝપાઝપી કરી તે મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. કોઈ જાતની કિન્નખોરી રાખી નથી. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે. યુવરાજસિંહની પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/06/whatsapp-video-2022-04-06-at-122816_1649228525/mp4/v360.mp4 )

યુવરાજસિંહ સામેના આરોપ અંગે વધુમાં જણાવ્યું કે યુવરાજસિંહે લક્ષ્મણભાઇ નામના કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી જે ગુના હેઠળ કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો યુવરાજ સિંહની કારમાં લગાવેલા કેમેરામાં જ કેદ થયો. FSLની મદદથી રેકોર્ડિંગ પ્રાપ્ત થયુ હોવાનું પણ જણાવ્યું. મહત્વનું છે કે યુવરાજસિંહ કારમાં કેમેરો લગાવીને રાખે છે.

આ મામલે પોલીસ દ્વારા પહેલેથી જ ઉમેદવારોને ચેતવી દેવામાં આવ્યા છે કે યુવરાજસિંહની સત્યતા જાણ્યા વિના કોઇ ઉમેદવાર આ વાતમાં કૂદી ન પડે. સોશિયલ મીડિયામાં પોલીસ બાજ નજર રાખી રહી છે. જો કોઇ વાંધાજનક ટિકા ટિપ્પણી જણાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાથે ગાંધીનગર રેન્જ આઇજીએ એમ પણ જણાવ્યુ કે પોલીસને કોઇ વ્યક્તિગત વિરોધ હોતો નથી.અમારી પાસે પુરતા પુરાવા છે. તેમજ એ વાત પણ સ્પષ્ટ કરી કે પેપર ફોડવાના કિસ્સા સાથે આ કેસને કોઇ લેવા દેવા નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.