ગોંડલ હાઇવે(Gondal Highway) પર જામવાડી પાસે વહેલી સવારના રોજ 5 વાગ્યાની આસપાસ પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં રાજકોટ શહેરના ગુંદાવાડીમાં રહેતા યુવાન રાહુલભાઈ કમલેશભાઈ વસાણી(ઉં.વ. 23)નું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર સવાર મિતલેષભાઈ પરેશભાઈને ગંભીર ઇજા થતાં ગોંડલ(Gondal) સિવિલ બાદ રાજકોટ(Rajkot)ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રથમ તપાસમાં કારચાલકને રોડ પર પલ્ટી મારેલું ટેન્કર દેખાયુ નહોતું જેને કારણે કાર ટેન્કરની પાછળ ઘુસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત થયો હતો.
બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી: આ બનાવ અંગેની જાણ થતાં હાઇવે રૂટ પેટ્રોલિંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, સોયબભાઈ, વિજયભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાહુલભાઈ અને મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીંથી બન્નેને રાજકોટ સિવિલમાં રીફર કરાતા તબીબોએ રાહુલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મિતલેષભાઈને ગંભીર ઋતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટેન્કર પલ્ટી મારી જતા રોડ પર બેરીકેટ મુકવામાં આવ્યા હતા: અકસ્માતને કારણે ગઈ રાત્રે સિમેન્ટ-કોન્ક્રીટનું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેને કારણે રોડ પર બેરીકેટ મુકવામાં આવ્યા હતા. પરંતુ વહેલી સવારમાં કાર ચાલકને રોડ પર પલ્ટી મારેલા ટેન્કર પર ધ્યાન ન પડવાને કારણે અકસ્માત થયો હતો. મૃતક રાહુલભાઈ કાપડનો હોલસેલનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. મોતને કારણે રઘુવંશી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
અહીંથી બન્નેને રાજકોટ સિવિલમાં રીફર કરાતા તબીબોએ રાહુલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મિતલેષભાઈને ગંભીર ઋતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે ગઈ રાત્રે સિમેન્ટ-કોન્ક્રીટનું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેને કારણે રોડ પર બેરીકેટ મુકવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!