ચીનાઓ હજી નય સુધરે / વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકે જણાવ્યું ગઈકાલે રાતે દેખાયું એ શું હતું, જુઓ હકીકત જાણીને તમે ચીનાઓને ગાળો આપશો

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતના આકાશમાં શનિવારની સમી સાંજે રહસ્યમય પ્રકાશ પુંજ દેખાતાં લોકોમાં રોમાંચ ફેલાયો છે. શનિવારની રાત્રે ચેટી ચાંદ પ્રસંગે લોકો ચંદ્ર દર્શન માટે આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેવી જ રીતે રમઝાન માસનો ચાંદ દેખાવાનો હોઇ મોટી સંખ્યામાં લોકોની નજરો આકાશ તરફ હતી, ત્યારે એક ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા.

આ અંગે ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ હર્ષદ જોષીએ જણાવ્યું કે, જ્યારે અવકાશયાનને અવકાશમાં મોકલવામાં આવે છે ત્યારે તેના વિવિધ સ્તરે અવકાશયાન ને હલકું બનાવવા માટે જે ભાગનું કાર્ય પૂર્ણ થાય તેવા અવકાશયાનના ટુકડાઓ / ભાગો અવકાશમાં મુક્ત કરી દેવામાં આવે છે. જે શૂન્યાવકાશ ને કારણે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા લાગે છે.

આ પદાર્થની વાત કરીએ તો હર્ષદ જોશી જણાવે છે કે, ગભરાવાની જરૂર નથી. આ એક અવકાશી કચરો છે જેનું કદ: 1 mm થી 4 ટન હોઈ શકે છે. જેને વૈજ્ઞાનિકોની ભાષામાં Space Junk / Space Debris પણ કહેવાય છે. Chinese Chang Zheng 5B rocket ના ટુકડાઓ જે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, થોડા સમય બાદ સંપર્ક તૂટતાં કંટ્રોલ થી બહાર થયેલ, આજે પૃથ્વીના ગુરુતવાકર્ષણના સંપર્કમા આવતા તે ગુજરાત અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં જોવા મળેલ.

યુએસ ના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કેચીની ચાંગ ઝેંગ 5બી રોકેટ, જે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, શનિવારે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું અને ભારતના આકાશમાં સળગી ગયું. રોકેટમાંથી મોટા ભાગનો કાટમાળ પુનઃપ્રવેશ વખતે બળી જવાની સંભાવનાઓ છે. અને તેનાથી કોઈ નુકસાન થવાની સંભાવના નથી.

ઘણી વાર આવા પદાર્થો પોતાની ઓર્બિત (કક્ષા) થી દુર થઈ LEO (Low Earth Orbit – 120-2000km) ભ્રમણ કરવા લાગે છે. કોઈ સંજોગોમાં (ખાસ કરીને અંદરો અંદર અથડામણમાં) મોટું કદ ધરવતા આવા પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાર્ષણ બાળ ની અસરમાં આવી જવાથી તે પૃથ્વી તરફ ગતિ કરવા લાગે છે. ગતિ ને કારણે ઘર્ષણ ઉદભવે છે, જેથી તે પદાર્થ સળગવા લાગે છે. જેને ઘણી વાર ખરતો તારો, ધૂમકેતુ કે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તે માનવ નિર્મિત અવકાશીય કચરો છે. જેનો સળગ્યા વિનાનો હિસ્સાઓ પૃથ્વી પર અનેકવાર પડ્યા હોવાના દાખલાઓ છે.

આવા માનવ નિર્મિત અવકાશીય કચરાને પૃથ્વી પર પરત લાવવા માટે ISRO-NASA દ્વાર મિશન વિચારણા થઈ રહી છે. અમુક લોકો એમ પણ દાવો કરી રહ્યા છે કે, ગઈકાલે સાંજે દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ગામડાંઓના આકાશમાં ઉલ્કાપીંડ જેવી સળગતી વસ્તુનો અવકાશી ગોળો પૃથ્વી તરફ આવતો દેખાતાં લોકો કુતુહલવશ જોવા માટે ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. ત્યારબાદ આ અદ્દભુત વસ્તુ સાપુતારાનાં સનરાઈઝ ડુંગરને અડીને આવેલી ખીણમાં ધુમાડા સાથે તૂટી પડ્યાની ચર્ચા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.