માથાકૂટ વગરનું સ્કૂટર / કંપનીનો દાવો આ સ્કૂટર પર નહીં પડે કોઈ સ્ક્રેચ કે ઘોબા, જુઓ આ એક મોટી સમસ્યાથી પણ મળશે છુટકારો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે યામાહા (Yamaha) એ તેનું ઈલેક્ટ્રિક સ્કૂટર Neo યુરોપિયન માર્કેટમાં લોન્ચ કર્યું છે. અત્યારે લોકો પ્રેટોલની બાઈક કરતા ઇલેકટ્રીક બાઈક પર વધારે ભાર આપી રહ્યા છે. યુરોપમાં આ સ્કૂટરની કિંમત 3005 યુરો રાખવામાં આવી છે, જે ભારત મુજબ 2.52 લાખ રૂપિયા છે. યામાહાનું કહેવું છે કે 2022થી આ ઈલેક્ટ્રિક સ્કૂટર યુરોપના પસંદગીના દેશોમાં ઉપલબ્ધ થશે. હકીકતમાં, Neo EV તેના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ પર આધારિત છે, જેમાં 50 CC એન્જિન આપવામાં આવ્યું છે.

યામાહાએ સ્ટાન્ડર્ડ મૉડલમાંથી ઈલેક્ટ્રિક સ્કૂટરને ઘણા ભાગો આપ્યા છે, જેમાંથી એક ખૂબ જ સુંદર દેખાતા ટ્વીન હેડલાઇટ સેટઅપ છે. તેની સ્ટાઇલ અને ડિઝાઇન મજબૂત છે અને એકંદરે સ્કૂટર ખૂબ જ આકર્ષક લાગે છે. યામાહા નિયો ઈલેક્ટ્રિક સ્કૂટરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તેને નાના સ્ક્રેચથી પણ બચાવી શકાય. EV હબ-માઉન્ટેડ બ્રશલેસ ડીસી મોટર દ્વારા સંચાલિત છે જે STD મોડમાં 2.06 kW પાવર જનરેટ કરે છે.

આ EVની સ્પીડ 40 કિમી સુધી સીમિત રાખવામાં આવી છે. ઈકો મોડ પર સ્કુટરની ક્ષમતા ઘટીને 1.58 kW થઈ જાય છે, જ્યારે તેની ટોપ સ્પીડ પણ 35 km/h સુધી થઈ જાય છે. સ્કૂટરને ઈકો મોડમાં 38.5 કિમીની રેન્જ આપે છે, જ્યારે અલગ બેટરી પેક ઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે રેન્જ વધીને 68 કિમી થઈ જાય છે.

યામાહાએ EV સ્કૂટર સાથે રિમૂવેબલ 50.4 વોલ્ટ લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યું છે, જેનો વજન 8 કિલો છે. તેને હોમ સોકેટમાંથી ફુલ ચાર્જ કરવામાં કુલ 8 કલાકનો સમય લાગે છે. નિયો ઈલેક્ટ્રિક સ્કૂટરની અન્ય વિશેષતાઓમાં સ્માર્ટ કી અને LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે જે સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે.

આમાં રાઇડરને બેટરીની માહિતી, રૂટની માહિતી, કોલ અને મેસેજની માહિતી મળે છે, આ સિવાય સીટની નીચે 27 લિટરની બુટ સ્પેસ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જો તમે અલગ બેટરી પેક લગાવો તો સ્કૂટરની સ્ટોરેજ ઘટી જાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.