અરે બાપરે / રસ્તે જતી બાઈક પર અચાનક ધડામ દઈને પડી ગાય, જુઓ માત્ર સેકંડોમાં ભાળી ગયા ભગવાન : જોઈલો શ્વાસ અધ્ધર કરી દેતો વિડિઓ

જૂનાગઢ ટોપ ન્યૂઝ

અવાર નવાર રખડતા ઢોરોનો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. થોડા સમય પેહલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ગાય સામેથી આવી હતી તેના પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના કાફલામાં ગાય આવી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યા

રે આજે જૂનાગઢમાં પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બે બાઇકસવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ દીવાલ પરથી માથે ગાય પડી હતી. જોકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. (વિડિઓ નીચે આપેલો છે)

મળતી માહિતી અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બે બાઇકસવાર નીકળી રહ્યા હતા, આ દરમિયાન દીવાલ પર ઊભેલી ગાય અચાનક નીચે પડી હતી.

ગાય પડતાં બંને બાઇકચાલક નીચે પટકાયા હતા, જેમને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. જોકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી હોવાથી લોકોમાં રોષ જણાઈ રહ્યો છે.

તેમજ આ અંગે ચર્ચાઓ થઈ રહી છે કે, જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ મામલે જવાબદાર કોણ હોત? શહેરમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.