પુણેમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાય છે. તેમાં 7 મજૂરોના મોત થયા છે. જ્યારે ત્રણ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણેના યેરવડા વિસ્તારમાં આ દુર્ઘટના થઈ છે. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી મજૂરોને બહાર કાઢ્યા છે.
પુણેના ડેપ્યુટી કમિશનર રોહિદાસ પવારે કહ્યુ કે, દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ટ્રાફિક પોલીસ કમિશનર રાહુલ શ્રીરામ પ્રમાણે આ દુર્ઘટના યેરવડાના શાસ્ત્રી વાડિયા બંગલાની નજીક થઈ છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગના બેસમેન્ટમાં મોડી રાત્રે કામ ચાલી રહ્યું હતું. ત્યારે પાર્કિંગમાં અચાનક લોખંડનો ભારે સ્લેબ ધરાશાયી થયો હતો.
શાસ્ત્રી વાડિયામાં આ દુર્ઘટના લોખંડના સ્લેબને નાખવા દરમિયાન થઈ હતી. તેને નાખવા માટે 16 એમએમના લોખંડના વજનદાર સળિયાથી જાળી બનાવવામાં આવી હતી. જાળીના સહારે ઉભેલા મજૂર કામ કરી રહ્યાં હતા. અચાનક લોખંડની મોટી જાળી કામ કરી રહેલા 10 મજૂરો પર પડી હતી.
જાળીની નીચે દબાયેલા મજૂરોના શરીરમાં લોખંડનો સળિયો ઘુસી ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયરની ટીમ પહોંચી હતી. જાળીમાં ફસાયેલા મજૂરોને કટરની સહાયતાથી બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મજૂરોની સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા મજૂરો બિહારના હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!