અરે બાપરે…આ પાકિસ્તાન છે કે ગુજરાત / શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે, ભાન ભૂલેલા અસામાજિક તત્વોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી, કારણ જાણીને તમે આને બે લાફા ઠોકશો

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, જુઓ નઈ જેવી બાબતમાં આખી પોલીસચોકી સળગાવી દીધી

શહેરમાં પોલીસ હવે હોય કે ન હોય ગુનેગારોને કોઇ ફરક નથી પડતો. સુરતમાં પોલીસનો કોઇ જ ખોફ નથી રહ્યો. અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. રોજ મનફાવે તેમ વર્તે છે. ક્યારેક જાહેરમાં બર્થડે ઉજવવો, ક્યારેક બળાત્કાર, હત્યા, છેડતી જેવા તમામ ગુનાઓ રોજેરોજ સુરતમાં ઘટે છે. જાહેરમાં હત્યાઓ કરવી તો સુરત માટે સામાન્ય બાબત બની ગઇ છે. તેવામાં પોલીસ અને તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આજે સુરતમાં ગાડી અટકાવવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી હતી.

સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ ટ્રાફિક પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કેટલાક અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. બીઆરટીએસ બસના ચાલક સાથે માથાકૂટ કરતા બે શખ્સોએ કારસ્તાન આચર્યું હતું. બસ ચાલક સાથે માથાકૂટ કરી રહેલા બન્ને શખ્સોને ટ્રાફિક પોલીસ દ્વારા બે તમાચા ઝીંકિ દેવામાં આવ્યા હતા. જેની અદાવત રાખી મોડી રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધારે ભયાનક થાય તે પહેલા જ નાઇટ ડ્યુટીમાં રહેલા ટીઆરબી જવાનોએ પાણી દ્વારા આગને કાબુમાં લીધી હતી.

નાઈટ ડ્યુટી માં રહેલા ટીઆરબી ના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. બંને શખ્સો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ તો એક સગીર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપી સની ગુલામ મોરે અને સગીર વયના આરોપી દ્વારા ચોકીને ફૂંકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આવામાં સવાલ એ ઉઠે છે કે શું પોલીસતંત્ર સુઈ રહ્યું છે? આ આરોપીઓ પર શું એક્શન થશે? કે છોડી મુકવા માં આવશે? કારણ કે આવા લુખ્ખા તત્વો સમાજમાં દુષણ ફેલાવાનું કાર્ય કરે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ફરિયાદ અંગે પોલીસતંત્ર આગળ શું કાર્યવાહી કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.