કળયુગની સાસુ / સાસુ ધમકી આપતી કે જો દીકરી થશે તો મારી નાખીશ, જુઓ 4 મહિનાની દીકરીને દાદીએ માતા પાસેથી છીનવીને કર્યું એવું કે તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મારા લગ્નને અઢી વર્ષ થઈ ગયાં છે. લગ્નના એક મહિના પછી જ સાસરીમાં બાળક વિશે વાત શરૂ થઈ ગઈ હતી. મારી સાસુએ સ્પષ્ટ કહ્યું હતું કે છોકરો જ જોઈએ. સંબંધીઓ સામે પણ જાહેરમાં કહી દેતી કે- જો ભૂલથી પણ દીકરીને જન્મ આપ્યો તો જોઈ લેજે. તેને પણ મારી નાખીશ અને તને પણ નહીં છોડું. દાદીએ એ જ કર્યું, જે તેઓ કહેતા હતા.

આ પીડા છે ઉત્તરપ્રદેશના મેરઠની તે પીડિત માતાની, જેણે પોતાની 4 મહિનાની બાળકી ગુમાવી દીધી છે. 14 જૂનના રોજ સાસુએ નિર્દોષ બાળકીને જમીન પર પછાડી અને એને કારણે એનું મોત થઈ ગયું.

લિસાડીગઢમાં રહેતી ફૌજિયાએ કહ્યું, મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી કે મારા અમ્મી-અબ્બુ પાસેથી હવે સાસરીવાળા માટે પૈસા નહીં માગું. આ જ વાતે ઝઘડો થયો હતો. મારા વરે મને ખૂબ માર માર્યો અને મારી સાસુએ માની દીકરીની હત્યા કરી દીધી. મારો શાપ છે કે અલ્લાહ… આ આખા ખાનદાનમાં ક્યારેય વારસદાર ના આપે.

ફૈજિયાએ કહ્યું, મારી સાસુ કહેતી હતી કે જે દિવસે તે દીકરીને જન્મ આપ્યો એ દિવસથી સમજી લે જે કે તારા આ ઘરમાં દાણા-પાણી પૂરા. દીકરીના જન્મ પછી મારી સાસુએ મારી બાજુમાં નાની બાળકીને સૂતેલી જોઈ કે તે ગુસ્સે થઈ ગઈ હતી. એ તો એ જ દિવસે મારી દીકરીને મારવા માગતી હતી, પરંતુ મેં બચાવી લીધી, પરંતુ હું વધારે સમય તેને ના બચાવી શકી. 14 જૂને મારી દીકરીને મારી સાસુએ મારી નાખી.

ફૈજિયાએ જણાવ્યું, 14 જૂને રોજની જેમ જ સાસુ અને પતિ દહેજ માટે મને મહેણાં મારવા લાગ્યાં હતાં. આ ઝઘડો વધતાં મારા વરે મને મારવાનું શરૂ કર્યું. મેં પણ કહ્યું હતું કે દહેજમાં કાર ક્યાંથી લઈ આવું. મારા પપ્પા પાસે એટલા તો કેટલા પૈસા હોય કે તમને દહેજમાં કાર આપે.

હમણાં દીકરીના જન્મ વખતે 2 લાખનો સામાન અને 2 લાખ કેશ એમ કુલ 4 લાખ તો આપ્યા હતા. બસ આટલું કહેતાં જ મારા વરે મને મારવાનું શરૂ કરી દીધું. મને ગાળો આપી. સાસુ પણ મારા રૂમમાં ઘૂસી ગઈ. મારા વાળ પકડીને મને ખૂબ મારી. ત્યાર પછી દીકરીને પથારીમાંથી લઈ નીચે પછાડી. મારી નાની દીકરી આ માર સહન ના કરી શકે અને ત્યાં જ તેનું મોત થઈ ગયું.

ફૈજિયાએ કહ્યું- સાસુની પીડા હું વ્યક્ત કરી શકું એમ નથી. એક એવો દિવસ યાદ નથી, જે દિવસે મારી સાસુએ દહેજ ના માગ્યું હોય. લગ્નના સાતમા દિવસથી જ મારી સાસુ દહેજ માટે પરેશાન કરે છે. મારા અમ્મી-અબ્બુએ દહેજમાં બધો સામાન આપ્યો. કેશ પણ આપી. પણ મારી સાસુ એટલી લાલચું છે કે તેને સંતોષ જ નથી થતો. તેને વધુ ને વધુ દહેજ જોઈએ છે.

એક વર્ષ સુધી તો તેમનાં ટોણાં સહન કરતી રહી. પછી કહેવા લાગ્યાં કે પિયરથી પતિ માટે બુલેટ મગાવી લે. પતિને જ્યારે સાસુની વાત કરી તો તે પણ સાસુના પક્ષમાં આવી ગયો અને મને માર મારવા લાગ્યો. ઝઘડાથી કંટાળીને અમ્મી-અબ્બુએ પતિને બુલેટ આપ્યું. પણ હવે સાસુને કાર જોઈતી હતી. કાર ક્યાંથી લાવું?

તેમણે વધુમાં કહ્યું, મારી સાસુને છોકરીઓ નહોતી ગમતી. સાસરે હું સૌથી મોટી વહુ છું. ત્રણ નાના દિયર અને એક નણંદ છે. નણંદ પણ આખા પરિવારમાં એક દીકરી છે. મારી દીકરી આખા કુટુંબમાં પહેલું બાળક હતી. પણ તે દીકરી હોવાથી મારી સાસુને પસંદ નહોતી. દીકરીઓને દહેજ આપવું પડે એટલે સાસુ નહોતી ઈચ્છતી કે મારે દીકરી આવે. દીકરો હોય તો દહેજ આવે, તેથી જ કુટુંબમાં કોઈ છોકરી નથી.

મારા વર પણ મારાં સાસુને કશું કહી નથી શકતા. પહેલાં તો મિકેનિકનું કામ પણ કરતો હતો, હવે તો એક વર્ષથી ઘરમાં નવરો બેઠો છે. જ્યારે મેં મારા વરને મારા દિયરની ખોટી દાનતની વાત કરી ત્યારે પણ મને માર પડ્યો. દહેજની વાત કરી તો મારતો. બાળકીના મોત પછી મને તીન તલાક આપીને ઘરેથી કાઢી મૂકી. ત્યારથી અહીં પિયર જ છું. ઘટનામાં ફૌજિયાએ સાસુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાસુની હજી ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.