ગુજરાતમાં શિક્ષકે હેવાનિયતની હદ વટાવી / નફ્ફટના પેટના એ દીકરી સમાન વિદ્યાર્થિનીને પીંખી નાખી, જુઓ આટલા વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું અને પછી બ્લેકમેઈલ કરી કહ્યું….

ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનિયત સામે આવી છે. આ શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ, પણ પ્રેમના પાઠ ભણાવતો હતો અને આમ જ એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે વિદ્યાર્થીની માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં આખરે હેવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.

અમદાવાદના આ શિક્ષકનુ નામ છે મયંક દીક્ષિત છે. જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટિવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. જેણે ઈન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીનીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીનીના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હેવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેલ કરતો હતો. જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી. આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વાલીને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પીડિતા લગ્ન ન કરે એ માટે બ્લેકમેઇલ કરતો
થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના લગ્ન નક્કી થયા બાદ લગ્ન ન કરે એ માટે શિક્ષકે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. એ બાદ પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલનો જવાબ મેળવવા માટે હેવાન શિક્ષક પાસે જતી, ત્યારે તે વિદ્યાર્થીનીને કહેતો કે, તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે. લંપટ શિક્ષક ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો. આરોપી મયંકની ઉંમર 42 વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરીની ઉંમરની છે. તેમ છતાં પણ હેવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ આ આરોપી BYJU’S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

હાલ બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે આરોપી
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી મયંક દીક્ષિતની ધરપકડ કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.