નયજેવી બાબતમાં હત્યા / યુવતીએ કહ્યું જાનુ મને એક ગુટખાની પડીકી ખવડાવ, જુઓ પછી જંગલમાં લઇ જઈને કર્યું એવું કે જાણીને તમે હચમચી જશો

વલસાડ

ગુટખા ખાવા જેવી નજીવી બાબતમાં વલસાડના ભીલાડમાં એક યુવકે પોતાની જ મંગેતરનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આટલું ઓછું હોય તેમ હત્યાને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારા મંગેતરની ચાલ પકડાઇ ગઈ છે અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

પોતાની મંગેતરની નિર્મમ હત્યા કરનાર યુવક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ ઝડપી લેવાનો પ્રયાસ કર્યો છે. વલસાડના ભીલાડ નજીક એક શ્રમિક પરિવારમાં જગદીશ જાદવ નામના યુવક અને નીતા ધનગરિયા નામની યુવતીની સગાઈ થઈ હતી. થોડા સમય બાદ બન્નેના લગ્ન પણ થવાના હતા.

આ બંને કામદાર યુગલ અને અન્ય કામદારો ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક આંબાવાડીમાં મજૂરી કામ કરવા માટે ગયો હતો. ત્યારે અચાનક નીતા ગુમ થઇ ગઈ હતી. ત્યારે તેની બહેન સુનિતાએ નીતાના મંગેતરની પૂછપરછ કરી હતી. ત્યારે જગદીશ પોતે સંપૂર્ણ અજાણ હોય તેવો ઢોંગ કર્યો હતો. તમામે નીતાની શોધખોળ હાથ ધરી હતી.

આ મામલે વધુ તપાસ કરતા આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. થોડા સમય બાદ આસપાસના લોકોને એક યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હોવાની જાણ પોલીસને કરી હતી. આ વખતે મૃતકનો મંગેતર પણ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે જે વાડીમાં આ બન્ને કામદાર કામ કરતા હતા. તે કોન્ટ્રાકટર શૈલેષ આવી ચડ્યો હતો.

આ સમગ્ર કાંડને છુપાવવા માટે આ કથિત રીતે આત્મહત્યાને અકસ્માતમાં ખપાવવા નવી જ થીયરી ભીલાડ પોલીસ સમક્ષ રજુ કરી હતી. આ ઘટનાના કારણે છુપાવવા માટે તમામ હકીકત છૂપાવી હતી. સારવારના બહાને તાત્કાલિક તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તબીબોને શંકા જતા ભીલાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફના અનુસાર એક યુવતીનો મૃતદેહ મળ્યો. જો કે શંકાસ્પદ હોવાની હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. ભીલાડ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી હતી.

ઊંડાણપૂર્વક તપાસના અંતે બહાર આવ્યું કે, આ મૃતક યુવતી નીતાબેન ધનગરિયાએ આત્મહત્યા નહીં પરંતુ તેની ગળું દબાવીને હત્યા કરવામાં કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેના મંગેતરની અટકાયત કરી અને આકરી પૂછપરછ કરતા યુવકે પોતાનો ગુન્હાની કબૂલાત કરી હતી. તેણે જ પોતાની મંગેતર નીતાની ગળું દબાવીને હત્યા કરી હતી. જો કે હત્યાનું કારણ મંગેતર નીતાની વધારે પડતા ગુટખા ખાવાની આદત હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે અત્યારે પોતાની મંગેતરના હત્યાના ગુનામાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.