માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શનથી તો જન્મો જન્મના દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ભક્તો હંમેશા પોતાના દુઃખ અને પીડા દૂર કરવા માટે માં મોગલ ના દરબારમાં આવતા હોય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે.
આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબીરાઇ માં આવેલું છે. જ્યાં તેમની વર્ષો થી સેવા કરનાર મણીધર બાપા પણ બિરાજમાન છે. આજે આમ તમને રાજકોટના અમિત ભાઈ પંડ્યા જોડે થયેલા ચમત્કાર વિશે જણાવીશું. રાજકોટના અમિતભાઇ પંડ્યા ને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી.
ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી. તેમણે માં મોગલ ની માનતા માની હતી કે જો તેની પારિવારિક સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે તો તેઓ મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા જશે.
માનતા રાખ્યાં ના થોડા જ સમયમાં અમિતભાઈ નું કામ માઁ મોગલે પાર પાડી દીધું. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલને ધામ આવ્યાં હતાં.
અમિતભાઈ પંડ્યા મોગલ ધામમાં જઈને મણીધર બાપુના ચરણોમાં 5100 રૂપિયા અર્પણ કર્યા હતાં. મણીધર બાપુએ 5100 રૂપિયામાં પોતાનો એક રૂપિયો ઉમેરી કહ્યું કે આ પૈસા તમારી બહેનને આપી દે જો માઁ મોગલ ખુશ થશે. માં મોગલ ને કોઈ ભેટ સોગાત ની જરૂર નથી , તેતો ફક્ત ભાવ ના ભૂખ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!