અરે બાપરે / વડોદરામાં ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારી, જુઓ ગાડી રીવર્સમાં લેતા 5 વર્ષના બાળક સાથે જે થયું એ જાણીને તમે હલબલી જશો

વડોદરા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લઇ જતી ઓવરલોડ ગાડીએ રિવર્સ લેવા દરમિયાન 5 વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા મોત નિપજ્યું છે. જે.પી. રોડ રોડ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઇ ફાર્મની સામે આવેલ સમીમ પાર્ક સોસાયટીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ટ્રાક્ટની ડોર ટુ ડોરની કરચો લેવા આવતી ગાડી (ટેમ્પો) આજે સવારે 11: 15 વાગ્યા આવી હતી. આ ગાડી સોસાયટીમાં આવ્યા બાદ ડ્રાઇવરે તેને રિવર્સમાં પૂરપાટ ઝડપે લીધી હતી.

જેથી ઘરના ગેટ બહાર રમી રહેલા મુહંમદઔન (ઉ.વ. 5)ને અડફેટે લીધો હતો અને ગાડીનું ટાયર તેના માથા પરથી પસાર થઇ ગયું હતું. જેથી ત્યાં હાજર લોકોએ બુમ પાડી હતી કે, બાળક ગાડી નીચે આવી ગયો. તેથી આ ટેમ્પોના ચાલક અનિલ ખૂમચંદભાઇ ગરવાલ (રહે. વડસર બ્રિજની પાછળ, કચરાની ગાડીના પાર્કિંગમાં, વડોદરા)એ ગાડીને આગળ લીધી હતી. જેથી ફરીએકવાર માસૂમ બાળકના માથા પરથી ગાડીનું વ્હીલ પસાર થયું હતું.

ત્યાર બાદ ઇજાગ્રસ્ત બાળકને પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે માસૂમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને ગાડીના ડ્રાઇવરને જે.પી. પોલીસ સ્ટેશનના સ્ટાફને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી ગાડી ચાલકની ધકપકડ કરી તેમજ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તાંદલજા વિસ્તારમાં પાંચ વર્ષના બાળકને કચડી નાખનાર ગાડીની બહારની સાઇડમાં પણ કોથળાઓ લટકી રહ્યા હતા. જેથી પાછળ કોણ છે એ દેખાઇ ન શકે. આમ ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ હોવાથી આ ઘટના બની હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે શહેરમાં ડોર ટુ ડોરની આવી અનેક ગાડીઓ ફરે છે જેમાં થેલાઓ દ્વારા બહાર સામાન લટકતો હોય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.