લખનૌ ના(Lucknow) ચારબાગ રેલવે સ્ટેશન(Charbagh railway station) પર મોડી રાત્રે એક વાગ્યે ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી અનુસાર, અહીં એક મહિલાએ ઉગ્રતાથી પોલીસકર્મીને ચપ્પલ અને થપ્પડ વડે માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લખનૌ પોલીસ કોન્સ્ટેબલ(Lucknow Police Constable) નશામાં હતો અને તે પોલીસકર્મી તેનો સામાન બીજા વ્યક્તિ પાસે લેવડાવા માંગતો હતો, પરંતુ ના પાડવા પર બંને વચ્ચે ઝઘડો થયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મહિલાએ ચપ્પલ અને થપ્પડ વડે માર માર્યો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેટફોર્મ પર કપડાં અને સામાનને લઈને બોલાચાલી થઈ હતી, જેના કારણે વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, લખનૌનો એક કોન્સ્ટેબલ કેવી રીતે એક મહિલાને માર મારી રહ્યો છે. આ દરમિયાન એક પુરુષ પણ તેની સાથે ઉલઝી રહ્યો છે. જો કે આ દરમિયાન મહિલાએ પણ પોલીસકર્મીને ચપ્પલ અને થપ્પડ વડે માર માર્યો હતો.
રાત્રે એક વાગ્યે અથડામણ થઈ હતી
એસએચઓ જીઆરપીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયો ગુરુવારે રાત્રે 1 વાગ્યાનો છે, જે દરમિયાન લખનૌ પોલીસ કમિશનરેટમાં તૈનાત એક કોન્સ્ટેબલે એક વ્યક્તિને તેનો સામાન ઉપાડવાનું કહ્યું, જ્યારે તેણે ના પાડી તો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
કેસ નોંધાયો નથી
ચારબાગ જીઆરપીના એસએચઓએ વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષોને તાત્કાલિક જીઆરપી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા પરંતુ બંને પક્ષો કોઈ પણ કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. બંનેએ લેખિત ફરિયાદ કરી છે કે તેઓ એકબીજા સામે કોઈ પગલાં લેવા માંગતા નથી, જેના કારણે મામલો થાળે પડ્યો હતો અને કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.
तस्वीर लखनऊ के चार बाग स्टेशन की है pic.twitter.com/GyrxZAKqLC
— MANISH PANDEY (@ManishPandeyLKW) March 17, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!