નશામાં ભાન ભૂલી યુવતીઓ / દારૂના નશામાં ટલ્લી થયેલી યુવતીએ પોલીસને જેમફાવે તેમ ગાળો ભાંડી, જુઓ પછી કાંઠલો પકડીને કર્યું એવું કે જાણીને તમે સ્તબ્ધ થઇ જશો : જુઓ વિડિઓ

ઇન્ડિયા

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થઈ રહ્યો છે. મુંબઈ(Mumbai)માં દારૂના નશામાં ધૂત ત્રણ યુવતીઓએ રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો. આરોપ છે કે, તેઓએ ઓલા કાર(Ola car)ના ડ્રાઈવરને તેની કારમાંથી બહાર કાઢ્યો, કાર કબજે કરી, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને કારમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.

એટલું જ નહીં તેણે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી(Policeman) સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ મામલામાં ત્રણેય સામે નશાની હાલતમાં હંગામો મચાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઓલાના ડ્રાઈવરે પોતાના જ મોબાઈલના કેમેરામાં આ વિડીયો રેકોર્ડ કર્યો છે.

આ વીડિયોના આધારે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોના અંતમાં એક યુવતી રોડ પર પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે. જો કે બીજી તરફ પોલીસકર્મી પોતાની ફરજ બજાવતા યુવતીને સમજાવતો જોવા મળે છે. વાસ્તવમાં આ મામલો ગુરુવારે રાતનો હોવાનું કહેવાય છે. જ્યાં દારૂના નશામાં ત્રણ યુવતીઓએ મુંબઈના રસ્તાઓ પર હંગામો મચાવ્યો હતો.

આ યુવતીઓએ પહેલા ઓલા કારના ડ્રાઈવર સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ તેને કારમાંથી બહાર કાઢીને બળજબરી પૂર્વક અંદર બેસી ગયા હતા. ઓલા કાર ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને કારમાં તોડફોડ કરવામાં આવી હતી. યુવતીઓના હંગામાની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ આ યુવતીઓ એટલી નશામાં હતી કે તેણે તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસકર્મીઓને ધક્કો મારતી વખતે તેણે તેમનો કોલર પણ પકડી લીધો હતો. ત્રણેય યુવતીઓ ભાન ખોઈ બેસી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.