છેલ્લા થોડા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. ત્યારે હાલ આવી જ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પટનામાં બુધવારે એક જ પરિવારના ચાર સભ્યો ગંગામાં ડૂબી ગયા હતા. ( મોતના મંજારનો LIVE વિડિઓ નીચે આપેલો છે )
પતિ-પત્ની તેમના બે સંતાનો સાથે શ્રાદ્ધ કરવા આવ્યા હતા. ગંગા નદીમાં નાહવા દરમિયાન એક પછી એક ચારેય લોકો ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ પરિવાર પટનાના શેખપુરાનો રહેવાસી હતો.
મૃતકોના નામ મુકેશ કુમાર (48 વર્ષ), આભા દેવી (32 વર્ષ), સપના કુમારી (15 વર્ષ) અને ચંદન કુમાર (13 વર્ષ) છે. હજુ સુધી કોઈનો પણ મૃતદેહ મળ્યો નથી. પોલીસ સ્થાનિક તરવૈયાઓની મદદથી તપાસ કરી રહી છે. ( વિડિઓ નીચે આપેલો છે )
પરિવારને ડૂબતો જોઈ તેમને બચાવવા માટે 3-4 યુવાનોએ પણ ગંગામાં ઝંપલાવ્યું હતું, પરંતુ નદીમાં પાણીનાં ભારે વહેણના કારણે તેમને બચાવી શક્યા ન હતા. પરિવાર મદદ માટે બૂમો પાડતો રહ્યો હતો, પછી અચાનક જ અવાજ આવતો બંધ થઈ ગયો હતો.
આ અંગે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજનંદને જણાવ્યું કે આ દિવસોમાં ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય છે. તેથી, મૃતદેહો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!