ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત / રાજકોટને નાશના કારોબારનું એપિસેન્ટર બનાવનાર ‘સુધા ધામેલીયા’ એ ક્રિકેટરની જિંદગી ધનોતપનોત કરી નાખી, જાણો કેમ પોલીસને પણ નથી ગાંઠતી

ટોપ ન્યૂઝ રાજકોટ

અગાઉ ક્રિકેટરની માતાએ 8 ડ્રગ્સ-પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યું હતું, 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી.

રંગીલું રાજકોટ માદક દૃવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે, એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શહેરમાં જેટલી સહેલાઈથી પાન-માવા વેચાય છે એટલી જ સહેલાઈથી પેડલરો ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બનાવી દીધું છે. અગાઉ ક્રિકેટરની માતાએ પોતાનો દીકરો ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી, જેમાં 8 પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યું હતું. હવે યુવાનનો આપઘાત છતાં શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.

રાજકોટમાં યુવાનોને ટાર્ગેટ કરીને પહેલા તેમને નશાના બંધાણી બનાવાય છે. બાદમાં તેમને ડ્રગ્સ પેડલર બનવા તરફ ધકેલાય છે. ડ્રગ્સ માફિયાની આ મોડસ ઓપરેન્ડી છે. જેમાં અનેક યુવાધન બરબાદ થઈ રહ્યા છે. જકોટના ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડે આર્થિક ભીંસમા આવીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

રાજકોટ નશાના કારોબારનું એપી સેન્ટર બનતું જાય છે
રાજકોટમાં થોડા સમય પહેલાં એક યુવા ક્રિકેટરની માતાએ આ કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે તો 8 પેડલરનાં નામ પણ જાહેર કર્યાં હતાં, જેને કારણે પોલીસ પણ સક્રિય થઈ અને ડ્રગ્સ-પેડલરને પકડી પાડવા દરોડા શરૂ કર્યા હતા. ડ્રગ્સનું દૂષણ ખાલી મુંબઈ કે મહાનગરો પૂરતું જ સીમિત હોય એવું નથી, હવે ગુજરાત પણ ડ્રગ્સનાં દૂષણની નાગચૂડમાં સપડાય રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો આ શહેર આજે નશાના કાળા કારોબારમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એપી સેન્ટર બની ગયું હોય એમ લાગી રહ્યું છે.

ક્રિકેટરની માતાએ 8 ડ્રગ્સ-પેડલરનાં નામ આપ્યાં હતાં
શહેરમાં માદક પદાર્થનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યું છે. એક માતા દ્વારા ડ્રગ્સ એડિક્ટ બનેલા પોતાના અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા પુત્રને બચાવવા પોલીસ સમક્ષ હાજર થઇ હતી. રાજકોટના મુખ્ય 8 ડ્રગ્સ-પેડલરોનાં નામ આપ્યાં હતાં, જેમાં તેનાં નામની સાથે સંપર્ક નંબરની યાદી પણ સામેલ કરી હતી.

યુવકના પરિવારનો આક્ષેપ
મૃતક યુવકના માતાને પણ સુધા ધામેલિયાએ ધમકી આપી હતી. સુધા ધામેલિયાએ યુવકની માતાને કહ્યુ હતું કે, ‘મારી વિરુદ્ધ 51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે.’ મૃતક યુવકની માતાએ કહ્યુ કે, સુધા અમને ઘરે મારવા આવી હતી. તેણે મારા દીકરા સાથે માથાકૂટ કરી હતી. જેના બાદ મારા દીકરાએ આત્મહત્યા કરી હતી.

આ 8 ડ્રગ્સ પેડલરનાં નામ જાહેર કર્યાં હતાં
જે ક્રિકેટરને ડ્રગ્સકાંડમાં ફસાવવામાં આવ્યો તેની માતાએ રાજકોટના 8 ડ્રગ્સ પેડલરનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આમાં રૈયાધાર વિસ્તારની સુધા ધામેલિયા ઉપરાંત મયૂર ખત્રી, કૌશિક રાણપરા, સમીર કાદરી, મયૂર ધામેલિયા, કરણ કક્કડ, આબિદ કામદાર અને જલાલનાં નામો જાહેર કર્યાં હતાં. આ ડ્રગ્સ પેડલરોની મોડસ ઓપરેન્ડી પણ જણાવતાં તેમણે કહ્યું હતું કે જે વિસ્તારમાં ડ્રગ્સ ડીલ થતી હોય એની આસપાસમાં એક માણસ એક્ટિવ હોય છે. તેણે પ્રાઈવેટ સીસીટીવી નેટવર્ક બિછાવેલું હોય છે અને સહેજ શંકા જાય તો બધા પળવારમાં છૂમંતર થઈ જાય છે.

રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેમાં મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું છે. ગત 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યાર બાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, થોડા સમય પહેલાં સુધા સામે પ્રોહિબિશન અંગે પણ પોલીસ ફરિયાદ થઈ હતી અને હવે ફરી એક યુવાનને ડ્રગ્સ વેચાણ માટે દબાણ કરવામાં આવતું હોવાથી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. રાજકોટ પોલીસ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રેકોડબ્રેક ગુજરાતમાં સૌથી વધુ કુલ 73 NDPSના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં કુલ 128 આરોપી પકડી પાડીને તેમની પાસેથી કુલ 2,46,00,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદામાલમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. ડ્રગ્સ વગેરેનો સમાવેશ થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.