દાદા બીમાર પડતા પરિવારે રાખી મોગલ ધામ આવવાની માનતા, જ્યારે માનતા પૂરી કરવા આવ્યા ત્યારે થયો એવો અનુભવ કે જાણીને તમે નવાઈ પામશો

ધર્મ

કચ્છના કબરાઉ ધામમાં માતા મોગલ બિરાજે છે.. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ આસપાસના રાજ્યો માંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. તાજેતરમાં જ આબુ થી એક ભાઈ અહીં દર્શન કરવા આવ્યા હતા. તેમણે મણીધર બાપુને મળીને પોતાની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું.

તેને જણાવ્યું કે થોડા સમય પહેલા તેના દાદા ને હૃદયમાં તકલીફ થઈ ગઈ અને જ્યારે ડોક્ટરને બતાવવામાં આવ્યું તો ડોક્ટરે કહ્યું કે દાદા ને હૃદયની ત્રણ નસ બ્લોક છે અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. તેના માટે દાદાને 10 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે અને તેનો ખર્ચ લાખોમાં થઈ શકે છે.

દાદાની ખરાબ તબિયત, ઓપરેશન અને સારવાર માટે ચાર લાખથી વધુનો ખર્ચ અને 10 દિવસ હોસ્પિટલમાં રોકાવું પડશે તે વાતને લઈને પરિવાર ચિંતામાં સરી પડ્યો. કારણ કે દાદા નું ઓપરેશન વડોદરામાં કરાવવાનું હતું. આ પરિવાર માતા મોગલ માં શ્રદ્ધા ધરાવતો હતો તેથી તેમણે વધુ સમૂસૂત્રુ પાર પડે તે માટે મોગલ માની માનતા રાખી.

તેમણે બધી જ ચિંતા માતાજી પર છોડી દીધી. ત્યાર પછી દાદાનું ઓપરેશન પણ સફળતાથી થયું અને તેમની તબિયત પણ સુધરવા લાગી. ત્યાર પછી રાખેલી માનતા પૂરી કરવા માટે યુવક મોગલ ધામ પહોંચ્યો. અહીં આવીને તે મણીધર બાપુને મળ્યો અને આ સમગ્ર વાત જણાવી.

ત્યારે મણીધર બાપુએ તેના આશીર્વાદ આપતા કહ્યું કે માતા મોગલ ઉપર શ્રદ્ધા રાખવાથી જ બધું કામ પાર પડ્યું છે. માતા મોગલ ને જે સાચા દિલથી યાદ કરે છે તેની બધી જ ઈચ્છા માતા પૂરી કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *