રિક્ષાચાલકનો આપઘાતનો પ્રયાસ / પરિવારે ઘરમાંથી કાઢી મુક્યો, જુઓ આ કારણોસર જુવાની ઈચ્છા ન રહેતા આપઘાતનો પ્રયાસ કર્યો – જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

‘સાહેબ, ઘર વેચીને દીકરીને ભણાવી, દેવું થઈ ગયું તો પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો, જીવવાની ઈચ્છા ન રહેતાં આપઘાતનો પ્રયાસ કર્યો’

મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રિક્ષાચાલકની પીડા સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા, ઘરમાંથી કાઢી મૂકતાં રિક્ષાચાલક બે મહિનાથી સુધી જબલપુરમાં ભટકતો રહ્યો, એમપીથી સુરત આવી ગયો, રિક્ષાચાલક કહે છે, પરિવારને પગભર કરવામાં જિંદગી ઘસાઈ ગઈ ને એ જ પરિવારે મને પારકો ગણ્યો એનું દુઃખ છે

‘સાહેબ, ઘર વેચીને દીકરીને BSC માઇક્રો સુધી ભણાવી, રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કર્યું ને માથે થોડું દેવું થઈ ગયું તો પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો, સુરતમાં 7 દિવસથી ફૂટપાથ, રેલવે સ્ટેશન, બસ ડેપો પર રાત વિતાવી જીવી રહ્યો છું. બસ, હવે જીવવાની કોઈ ઈચ્છા નથી, એટલે ઇલેક્ટ્રિક વાયર પકડી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મને મરી જવા દો’ સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયેલા દર્દીની વ્યથાએ ડોક્ટરોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. પાંડેસરાની એક મિલમાંથી બેભાન મળી આવેલા મધ્યપ્રદેશના જબલપુરના રિક્ષાચાલકની આપવીતી સાંભળી દેશમાં માત્ર મહિલાઓ જ નહીં, પણ ક્યાંક પુરુષ પણ ઘરેલુ અત્યાચારથી પીડિત હોવાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે.

આપઘાતનો પ્રયાસ કરનાર 50 વર્ષીય પીડિત શફરત અલી બાબુખાને(હાલ રહે, પાંડેસરા GIDC, સુરત) જણાવ્યું હતું કે સાહેબ, હું મધ્યપ્રદેશના જબલપુરનો રહેવાસી છું. 20 વર્ષ સુધી રિક્ષા ચલાવી બે સંતાન અને પત્નીનું ગુજરાન ચલાવ્યું છે. ત્રણ-ત્રણ ઘર વેચીને દીકરીને BSC માઇક્રો સુધીનો અભ્યાસ કરાવ્યો અને છેલ્લે થોડું દેવું થઈ ગયું તો પત્નીએ દીકરી સાથે મળીને મને ઘરમાંથી કાઢી મૂક્યો, બે મહિનાથી સુધી જબલપુરમાં ભટકતો રહ્યો, પરિવારે જરા પણ દયા ન કરી એટલે કંટાળીને સુરત આવી ગયો. 7 દિવસથી સુરતના રસ્તાઓ પર સૂતો હતો અને મજૂરી કરી પેટયું ભર્યું. આખરે પાંડેસરામાં એક હમદર્દ મળ્યો ને નોકરી અને રહેવાનું મળ્યું, પણ હતાશા મને આપઘાત સુધી લઈ જતાં મેં રૂમમાં જ જીવંત ઇલેક્ટ્રિક વાયર પકડી આપઘાતની કોશિશ કરી હતી.

108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ લઇ આવેલા વૃદ્ધ શફરત અલીની પીડા સાંભળી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. શફરત અલીએ જણાવ્યું હતું કે મારા સસરાએ મારું ઘર ભાગ્યું છે. મારો પરિવાર આજે મારો રહ્યો નથી. સસરા નિવૃત્ત BSNLના નિવૃત્ત કર્મચારી છે. ખૂબ પૈસો છે અને એટલે પરિવારથી દૂર કરવામાં સફળ રહ્યા છે. મારી પત્ની કહે છે કે એક વર્ષમાં દેવું પૂરું કરી પછી જ ઘરે આવજો. પરિવારને પગભર કરવામાં જિંદગી ઘસાઈ ગઈ ને આજે એ જ પરિવારે મને પારકો ગણી લીધો એનું દુઃખ છે.

શફરત અલીના મિત્ર સંતોષે જણાવ્યું હતું કે મિલની ખોલીઓ બહાર શફરત અલીને જમીન પર પડેલો જોઈને 108ને ફોન કર્યો અને તેને સિવિલ લઈ આવ્યા હતા. તે કહે છે, પત્નીને સમજાવવા ગયેલી ચારેય બહેન પણ હારી ગઈ છે. બસ, શક્ય બનશે ત્યાં સુધી શફરતની મદદ કરીશું, પછી ભગવાન તેનું ભલું કરે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/11/30/10-surat-aapghat-pryas-story-rohit-shailesh_1638268916/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.