‘બાપ નંબરી તો બેટા દસ નંબરી’ / ગુજરાતના આ બાપ બેટાએ એવો કાંડ કર્યો કે પોલીસ પણ ચોંકી ઉઠી, જુઓ આવા ઠગબાજને પકડવા પોલીસે શરુ કર્યું આ ખાસ ઓપરેશન

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બનાવટી પાસપોર્ટ કૌભાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પકડાયેલા એજન્ટ પિતાપુત્રના ઘરે થી 78 જેટલા પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા છે. જ્યારે નકલી પાસપોર્ટ બનાવી આપનાર રજત ચાવડાની ઓફિસમાંથી કેટલીક બેંકોના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. જેનો ઉપયોગ તેઓ બનાવટી દસ્તાવેજો બનાવવા માટે થતો હતો.

કબૂતરબાજીના કૌભાંડના પર્દાફાશ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલાની શરૂઆત કરી છે. બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડેલ ડુપ્લિકેટ પાસપોર્ટ કૌભાંડમાં આરોપી હરેશ પટેલના ઘરે કરતા પોલીસને 78 જેટલા પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જ્યારે આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા રાણીપ શાખા, બેંક ઓફ બરોડા ન્યૂ રાણીપ શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સરઢવ શાખા ગાંધીનગર તેમજ કાવ્યા વિઝા કન્સન્ટલસીની ઓફીસમાંથી રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. જેનો ઉપયોગ બોગસ દસ્તાવેજ બનાવવા માટે થતો હતો. જ્યારે આરોપી રાજુ પ્રજાપતિના ખોટા નામ રાજેન્દ્ર ભીખાભાઇ પટેલના નામે એક્સિસ બેન્કમાં આવેલ એકાઉન્ટની પાસબુક પણ કબજે કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે, આરોપી એજન્ટો જે બે લોકોને પતિ પત્ની બનાવીને વિદેશ મોકલવાના હતા તેમની સાથે અન્ય બે બાળકોને તેમના જ બાળકો હોવાનું દર્શાવીને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા. આ બંને બાળકોના મૂળ માતા-પિતા અગાઉ આરોપી હરેશ પટેલ મારફતે અમેરિકા પહોંચી ચુક્યા હતા. આરોપી પરેશ પટેલે અત્યાર સુધીમાં 28 થી 30 કુટુંબોને અમેરિકા મોકલીને એક વ્યક્તિ દીઠ 60 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ વસૂલી ચુક્યા હોવાનો ખુલાસો થયો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી દિલ્હીના એજન્ટ મેક્સિકોના એજન્ટ સાથે સંપર્કમાં હતા. તેઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે હવે પોલીસ દ્વારા અગાઉ એજન્ટ દ્વારા જે લોકોને વિદેશ મોકલી આપવામાં આવ્યા છે તેઓની તપાસ માટે ઇન્ડિયન એમ્બેસી અમેરિકા એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહેસાણા ખાતેનો કબૂતરબાજ એવા હરેશ પટેલ-હાર્દિક પટેલ, રાજુ પ્રજાપતિ અને શિલ્પાબેન પટેલને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના છે, જે માટે તેમને બંનેને નકલી પતિ-પત્ની બનાવ્યા છે. જેમાં રાજેન્દ્ર પટેલ અને કામિની પટેલ નામના ખોટા આઈડી પ્રૂફ દ્વારા ખોટો પાસપોર્ટ બનાવ્યો છે. તેમજ 2 બાળકને તેમના બાળકોને બતાવીને તેમની સાથે મોકલવાના હતા. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે બંને કબૂતરબાજ તથા અમદાવાદના અન્ય એજન્ટ રજત ચાવડા અને નકલી દસ્તાવેજ પર અમેરિકા જનાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

અનેક બેંકોમાં ખોલાવેલા ખાતાઓની પાસબુક કબ્જે કરી
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરેશ પટેલ પાસેથી 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા છે. આ ઉપરાંત આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેંક,બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કાવ્ય વિઝા કન્સલ્ટન્ટન્સીના રબર સ્ટેમ્પ તથા બેંકમાં ખોલાવેલ નકલી એકાઉન્ટની પાસબુક કબજે કરી છે.

અરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધી 28 થી 30 કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ લીધા છે. બે બાળકોને સાથે મોકલવાના હતા, તેમના માતા-પિતાને અગાઉ જ ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. કબૂતરબાજોની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. હવે વિઝા પ્રોસેસ કડક ચેકીંગ થતા નાઇઝીરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકા ઘૂસણખોરી કરાવે છે.

ઈનપુટના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિકે કાયદેસરની કાર્યવાહીની સૂચના આપી હતી. દરમિયાન પોલીસે ટેક્નિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પાસપોર્ટ માટે રજૂ કરાયેલા પુરાવા અંગેના દસ્તાવેજો અમદાવાદના પાસપોર્ટ અધિકારી પાસેથી માહિતી મગાવી તપાસ કરી હતી. જેમાં રાજુ પ્રજાપતિ તથા રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના પાસપોર્ટ બનાવવા માટે રજૂ કરેલા આધારકાર્ડના નંબર એક જ હતા. જોકે સરનામું અને જન્મ તારીખ અલગ અલગ દર્શાવ્યા હતાં. રજૂ કરેલું પાનકાર્ડ એક જ વ્યક્તિના ફોટોગ્રાફવાળા પણ અલગ-અલગ નામવાળાં હતાં, જેથી તમામ દસ્તાવેજ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.