અરે બાપરે / પિતાએ રહસ્યમય આપઘાત કરી લેતા હિબકે ચડ્યો પરિવાર, જુઓ 3 દિવસ બાદ સુસાઈડ નોટ સાથે મળી આવી લાશ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

રાજકોટ(Rajkot)ના જસદણ(Jasdan)માં રહસ્યમય આપઘાતની ઘટના સામે આવતા પરિવારે સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતાં મૂળ સાજડીયાળી(Sajadiyali) ગામના અને છૂટક ફોટોગ્રાફીનો ધંધો કરતાં અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયાએ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા વીડિયો બનાવી ‘બેટા કોઈ પાસેથી કંઈ લેતી નહીં’ કહી ગુમ થઇ ગયા હતા. જેની આજે 3 દિવસ પછી સુસાઈડ નોટ સાથે લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે હવે અશોકભાઈનો આટકોટ રોડ પરની SPS સ્કૂલ નજીક મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અશોકભાઈ ગઈ તારીખ 17થી લાપતા થઇ ગયા હતાં. આ અંગે તેમનાં પરિવારજનો દ્વારા ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અશોકભાઈનો મૃતદેહ મળી આવતા આજે ઢોલરીયા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અને તેમની એક માત્ર નવ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મૃત્યુ પહેલા અશોક ઢોલરિયાએ વીડિયો ઉતારી પોતાની દર્દભરી વ્યથા રજૂ કરી હતી. જેમાં યોગેન ભૂવા નામના વ્યક્તિએ તેની સાથે છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ વિડીયોમાં કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, મૃતક અશોક ઢોલરીયા પાસેથી યોગેન ભૂવાએ થોડા થોડા કરીને એમ 20 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા અને બીજી બાજુ મૃતકના નામે ફોરવીલર કાર પણ હપ્તેથી લઈ લીધી હતી અને હપ્તા પણ ન ભરતા હોવાનો અહિયાં ઉલ્લેખ કરવામાં આવ્યો અને જુદા જુદા કરીને ક્રેડિટ કાર્ડથી પૈસા પણ ઉપાડ્યા હોવાનો સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે.

યોગેન ભુવાના નામના યુવકે ત્રણ મહિનાથી ફોન ન ઉપાડતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સ્યુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે ત્યારે આ બાબતે આટકોટ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.