મદદ માટે હંમેશા તત્પર / પ્રજાની મદદે આવ્યા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જુઓ કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાવ્યો, વિડિઓ જોઈને કહેશો નેતા હોઈ તો આવો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાલમાં જ એક સરાહનીય કાર્ય કર્યું છે, કારણ કે આવું કાર્ય કરતા રાજનેતા ઓછા નજરે પડતા હોઈ છે.

ગુજરાત રાજ્યના રાજકોટ(Rajkot) ગોંડલ(Gondal) ચોક નજીક ગઈકાલે રાત્રિના સમયે લાંબો ટ્રાફિક(Traffic) સમસ્યા સર્જાતા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ જાતે પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મદદરૂપ બન્યા હતા.

આ ઘટનામાં મોટા વાહનો સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક માં ફસાયેલી હતી. આ જગ્યા પર કોઈ ટ્રાફિકે પોલીસ હાજર હતું નહિ અને આ સમસ્યા જોઈને પરેશ ધાનાણી તુરંત કારમાંથી બહાર નીકળીને જાતે ટ્રાફિકને હળવો કરતા નજરે આવ્યા હતા જે અપડે વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.

મોટા વાહનો અને મોટર વચ્ચે થયો ચક્કાજામ: મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પરત ફરતા હતા તે સમયે ગોંડલ ચોક નજીક પહોંચ્યા ત્યાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જેને કારણે મોટા વાહનો અને મોટર કાર આગળ વધી શકતી ન હતી. પરંતુ આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિકને હળવો કરાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચોક ખાતે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે.

આ અગાઉ પણ આવો બનાવ બન્યો હતો: અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ટ્રાય એન્ગલ બ્રિજ ખાતે પણ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. લાંબા ટ્રાફિક જામના આ દ્રશ્યો જોઇને બે વિદ્યાર્થિનીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.