નવી નકોર ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ / એટલો ભયંકર અકસ્માત થયો કે ફોર્ચ્યુનર કારનો બુકડો બોલી ગયો, જુઓ થયું એવું કે ખાલી પાંચ સેકન્ડમાં જ કારના ભુક્કા નીકળી ગયા

ટોપ ન્યૂઝ

હમણા હમણાં એવા એક્સિડન્ટ થાય છે જેની તસવીરો જોઈને કંપારી છૂટી જાય છે. એક્સિડન્ટમાં કારના પડીકા વળી જવા પણ હવે સામાન્ય બની ગયા છે. આમ છતાં અમુક અકસ્માતમાં એવા બંને છે કે જોઈને જ ધ્રુજી જવાય છે. આવો જ એક ભયંકર અકસ્માત બે દિવસ પહેલાં બન્યો હતો. જેમાં ફોર્ચ્યુનર જેવી મજબૂત એસયુવી કારના ચિંથડા ઉડી ગયા હતા.

આ ખતરનાક બિહારના રોહતાસ જિલ્લામાં બન્યો હતો. કૃષ્ણ મુરારી નામનો યુવાન તેના ત્રણ મિત્રો સાથે બે દિવસ પહેલાં અહીંના નાસરીગંજ હાઈવે પર પોતાની નવી ફોર્ચ્યુનર લઈને ફરવા નીકળ્યો હતો. અચાનક સ્પિડમાં જતી ફોર્ચ્યુનર કાર હાઈવે પર ઉભેલા એક ટ્રકમા ધડામ કરીને ઘુસી ગઈ હતી. આ દુર્ઘટના એટલી જબરદસ્ત હતી કે ફોર્ચ્યુનરની આંખી ઉપરની છત ચિરાઈને નીકળી ગઈ હતી.

સાવ પડીકું વળી ગયેલી ફોર્ચ્યુનરમાં કૃષ્ણ મુરારી અને તેના ત્રણ મિત્રો ફસાઈ ગયા હતા. તેમને કારના પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કૃષ્ણ મુરારીનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટ ખસેડવામાં આવ્યા હતા.

નવી નકોર ફોર્ચ્યુનરના હજી નંબર પણ આવ્યા નહોતા. ઘટનાની માહિતી મળતાં જ કૃષ્ણ મુરારીના ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. પરિવારજનોના રડી રડીને બેહાલ થઈ ગયા હતા. મૃતક કૃષ્ણ મુરારી પરિણીત હતો અને તેને સંતાનમાં ત્રણ બાળકો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.