ગોરખધંધા ની હદ પાર / આ ટોળકી એપ્લિકેશન દ્વારા કરતા હતા કાળા કામો, જુઓ હનીટ્રેપ કરીને કરતા હતા એવા ગોરખધંધા કે પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદ

એપ્લિકેશન થકી હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સમલૈંગિક સંબંધ માટે વપરાતી એપ્લિકેશન દ્વારા પ્રોફેસરને હનીટ્રેપમાં ફસાવી આ ટોળકીએ પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓ દીપેન પટેલ અને હર્ષિલ પટેલ છે. આ બંને આરોપી સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા હતા. તાજેતરમાં જ એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે અમદાવાદનાની નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટમાં બોલાવી તેમની પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લેવામા આવ્યા હતા.

જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બે આરોપી ને ઝડપી લીધા છે. સાથે જ મારામારી કરનાર અન્ય 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે અને એક બીજા સાથે મુલાકાત કરે છે.

પરંતુ આરોપી દીપેન ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતો હતો. ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન માત્ર યુવકોને ફસાવી મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર ચાર આરોપીઓ બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેતા હતા. પરંતુ સજાતીય સંબંધોના કારણે બદનામીના ડરે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી.

જોકે ગ્રામ્ય સાયબર સેલને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી ધોરણ 10 પાસ છે. અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર પણ છે. જેથી કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ સરળ માર્ગ આરોપીએ શોધી કાઢ્યો. જોકે ધરપકડ બાદ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.