ગજબ ભાઈ ગજબ / વાંદરાને ચડી ગયું મોબાઈલનું ભૂત, મોબાઈલમાં જોવામાં એવા તલ્લીન થઇ ગયા કે વિડીયો જોઇને પેટ પકડીને ખખડી પડશો : જુઓ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા(Social media) પર ઘણા લોકો અવારનવાર કોમેડી વિડીઓ(Comedy video) અપલોડ કરતા હોય છે. જેમાંથી અમુક વિડીઓ સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવતા વિડીઓ વાયરલ(Viral) થતા હોય છે. વાયરલ વીડીઓમાં ઘણી વાર મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ તેમજ ઘણી વાર પ્રાણીઓના રમુજી વિડીઓ હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાંદરો એક જ એવું પ્રાણી છે જે મનુષ્યની ખુબ જ નજીક હોય છે. તેઓના અવારનવાર રમુજી વિડીઓ વાયરલ થતા જ હોય છે. તેની રમૂજ હરકતો લોકોને હસવા મજબૂર કરી દે છે. આ વાયરલ વીડિયોમાં વાંદરાઓના એક ટોળાને તેમનો જ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. વાંદરાઓએ પોતાનો જ વિડીઓ જોઇને જે પ્રતિભાવ આપ્યો તે ખુબ જ મજેદાર છે.

આ વિડીઓ થોડાક જ સેકન્ડનો છે પરંતુ ખુબ જ મજેદાર છે. કોઈ એક વ્યક્તિએ ભોજન ખાતા વાંદરાઓને કેમેરામાં કેદ કર્યા હતા. વાંદરાઓનો આ વીડિયો રેકોર્ડ કર્યા પછી તેણે એ જ વિડીઓ વાંદરાઓને બતાવ્યો અને આ દ્રશ્યોને પણ કેમેરામાં કેદ કર્યા.

તમે જોઈ શકો છો કે વ્યક્તિએ વાંદરાઓનો વીડિયો જ્યારે તેમને જ બતાવ્યો તો તેમાથી એક નાનકડો વાંદરો મોબાઈલ પાસે દોડીને આવ્યો અને ડિવાઈસ લેવાનો પ્રયાસ કર્યો અને તેને કિસ કરવા લાગ્યો. બાજુમાં બેસેલો વાંદરો પણ સીરિયસ મોડમાં બધુ જોવા લાગ્યો. ફ્રેમમાં સૌથી નાનો વાંદરાનો રિએક્શન જોવા લાયક છે, જે પોતાનો જ વીડિયો જોઈ ચોંકી ગયો. આ રમુજી વિડીઓ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Helicopter Yatra (@helicopter_yatra_)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.