આલે લે…તારે / નઈ જેવી બાબતમાં છોકરીએ પોલીસની સામે જ યુવકને માર્યો માર, જુઓ પોલીસ પણ ઉભી ઉભી જોતી રહી તમાશો

ઇન્ડિયા

હાલમાં જ ભોપાલ (Bhopal) શહેરના ભારત ટોકીઝ ચોક પર મહિલાએ કાર ચાલકને થપ્પડ મારી હતી. ટ્રાફિક પોલીસ(Traffic police) સબ ઈન્સ્પેક્ટર(Sub Inspector) મલખાન સિંહે જણાવ્યું કે આ મામલો શનિવારે સવારે 11.30 વાગ્યે ભારત ટોકીઝ ઈન્ટરસેક્શન પાસેનો છે. મળતી માહિતી મુજબ આ કારના આગળના કાચ પર પોલીસ લખેલું હતું. ઘટના અનુસાર, કાર મહિલાની સ્કુટી સાથે થોડી અડી ગઈ હતી, તેમાં રોષે ભરાયેલી આ મહિલાએ રસ્તા વચ્ચે જ કાર રોકી હતી. કાર ચલાવતો યુવક બહાર આવ્યો. મહિલાએ પહેલા તેને ધક્કો માર્યો અને પછી પોલીસની સામે થપ્પડ મારી હતી.

વાસ્તવમાં, ત્રણ મહિલાઓ રોડની સાઈડમાં વાહન રોકવા ઈશારો કરી રહી હતી. કાર (MP04EC6593) ચલાવી રહેલા યુવકને લાગ્યું કે મહિલાઓ તેને રોકવા માટે કહી રહી છે. તેણે કારને રસ્તાની બાજુમાં પાર્ક કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેની કારને ત્યાંથી પસાર થતી એક મહિલાની સ્કૂટીએ અડકી હતી. મહિલાનું બેલેન્સ બગડતા તે પડી ગઈ હતી, પરંતુ કઈ થયું નહતું. પરંતુ તે મહિલાએ ગુસ્સામાં કાર ચાલકને થપ્પડ મારી હતી. ત્યારબાદ પોલીસે બંનેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. તેથી બંને તરફથી કોઈ ફરિયાદ આવી નથી.

ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, કાર ચાલક અને મહિલાએ તેમના નામ જાહેર કર્યા નથી. કારના કાચ પર પોલીસ લખેલું હતું. વાહનવ્યવહાર વિભાગની વેબસાઈટ પર લખેલા રજીસ્ટ્રેશન નંબરના આધારે કાર સુખરામ સિંહના નામે નોંધાયેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *