ગોરખધંધાની હદ પાર / યુવતીએ આધેડ કાકાને જાહેરમાં ભરી લીધી બાથ અને મળતિયાએ પાડ્યા ફોટો, જુઓ પછી કર્યા એવા ખેલ કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

બોટાદ(Botad)ના ગઢડા(Gadhada)ના ખોપાળા(Khopala) ગામે એક આધેડ હની ટ્રેપ(Honey Trap)માં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં આધેડ પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લેવા અને 15 લાખ રૂપિયાની ખંડણી માંગવા બદલ 7માંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાત લોકોએ સાવરકુંડલાની મહિલાની આધેડ સાથેની અશ્લીલ તસવીરો પોસ્ટ કરવાનું કાવતરું રચ્યું હતું અને ત્યારબાદ અશ્લીલ ફોટો વાયરલ કરવા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.

આધેડ પાસેથી વધુ પૈસાની માંગણીની ધમકી આપીને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કર્યાની મહિલા સહિત સાત લોકો સામે ફરીયાદ નોધાવી હતી. ગઢડા પોલીસે એક મહિલા સહિત હની ટ્રેપના સાત આરોપીઓમાંથી 5ની ધરપકડ કરી છે, જ્યારે બે ફરાર છે અને તેમને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ખોપલા ગામના અરમશીભાઈ રામજીભાઈ મણિયા નામના 52 વર્ષીય પટેલ પ્રૌઢે , તેના જ ગામના ધુડા ભોપા પરમાર, લાખા ભીમજી પરમાર, ભાવનગર ફુલસરના પરેશ કાના અલગોતર,મહુવા પાસેના મોટા ખુટવડાના રણજીત શંભુ ચૌહાણ, સાવરકુંડલાના પ્રતાપ ભીમ વાળા, રાજગકોટના આફરીદ હબીબ ચૌહાણ અને રેખાબેન હિતેશ ઝાપડા વિરૂધ્ધ મહિલા સાથે ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી રૂ.10 હજારની ઉચાપત કરી તેમની પાસેથી રૂ.15 લાખ પડાવી લીધાની ફરિયાદ બોટાદ પોલીસમાં નોંધાવી છે.

અમરશીભાઇ પટેલ ગઈ તારીખ 22-2-22ના રોજ પોતાના ખેતરે કામ માટે ગયા હતા. તે સમય દરમિયાન રાત્રે અંદાજે સાડા દસ વાગે એક અજાણી મહિલા આવી હતી અને પોતે ભુલી પડી હોવાનું કહી મુકી જવા અંગે જણાવતા પોતે ખેતરની ઓરડીમાં બેટરી લેવા માટે ગયા હતા. તે દરમિયાન મહિલાએ અમરશીભાઇ પટેલને બાથ ભરી લીધી હતી અને મહિલા સાથેના અજાણ્યા શખ્સે મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા.

ત્યારે થોડી જ વારમાં પોતાના ગામના ધુડા ભોપા પરમાર અને લાખા ભીમજી પરમાર ત્યાં આવી પહોચ્યા હતા અને તેઓ કહેવા લાગ્યા હતા કે, ‘કાકા તમારે આ ઉંમરે આ કરવાનું છે’ ત્યાર પછી બધી વાત ત્યાં જ પુરી કરવા માટે રૂપિયા 15 લાખની માગણી કરી બળજબરી પૂર્વક રૂપિયા 10 હજાર પડાવી લીધા હતા. તેમજ તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓની ઓળખાણ કરાવી હતી. જેમાં પોતાને બાથ ભરનાર મહિલા રાજકોટની રેખા હિતેશ ઝાપડા હોવાનું સામે આવ્યું હતું.

બે દિવસ પછી ધુડા ભોપા પરમાર પોતાના ઘરે આવી રૂપિયા 15 લાખની માગણી કરી દુષ્કર્મના ગુનામાં ફીટ કરવાની અને પોતાના મોટા ભાઇને બધી વાત કરવાનું કહેવાને કારણે અમરશીભાઇ પટેલ સમાજમાં આબરૂ જવાના ડરથી પોતાનું ગામ છોડીને ગઢડા, ઢસા, વિછીંયા, જૂનાગઢ અને ચોટીલા જતા રહ્યા હતા.

ત્યાર બાદ એકાદ મહિના બાદ માંડવધાર ગામે રહેતા પોતાના મિત્ર પ્રવિણભાઇ પટેલને બધી વાત કરતા હતા અને તેને હિમત આપી પરિવારને જાણ કરવામાં આવી. પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ગઢડા PSI આર.બી.કરમટીયા સહિતના સ્ટાફે સાતેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.