આલે લે…થપ્પો પડી ગયો / યુવતી પ્રેમી સાથે માણી રહી હતી અંગત પળો, ત્યાં અચાનક આવી ગયો ભાઈ અને પછી થયું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતના ડિંડોલી વિસ્તારમાં બહેનના પ્રેમીની તેના ભાઈ દ્વારા ઘાતકી હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બહેનને મળવા માટે ઘરે આવેલા પ્રેમીને રંગેહાથ ઝડપી પાડતા ભાઈ દ્વારા ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

ઘટના બાદ હત્યારો ભાઈ ફરાર થઈ ગયો હતો. જોકે બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્ક સોસાયટીના રોયલ સ્ટાર રેસિડેન્સીના એક ફ્લેટમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લીંબાયત ખાતે રહેતા આકાશ નામના યુવક અને ડીંડોલીના રામી પાર્ક સોસાયટીમાં રહેતા શુભાષ દેવરેની બહેન વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો.

રામીપાર્ક ખાતે આવેલ રોયલ સ્ટારના ફ્લેટ નમ્બર 502માં રહેતા શુભાષ દેવરે ત્યાં આજ રોજ તેણીની બહેનને મળવા માટે આકાશ ત્યાં આવી ચઢ્યો હતો. શુભાશે તેની બહેન સાથે આકાશને ફ્લેટમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં રોષે ભરાયેલા શુભાશે બહેનની નજર સમક્ષ જ પ્રેમી આકાશને ચપ્પુ વડે રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનાવના પગલે ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લે્ખનીય છે કે, સુરતમાં હત્યાની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. ઉપરાંત દુષ્કર્મ મુદ્દે રજુ કરાયેલા સમગ્ર ગુજરાતનાં આંકડામાં સુરત ગ્રામ્ય મોખરે રહ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.