ભારે કરી / સબંધ બાંધવા જેને બોલાવી એ યુવતીને બદલે નીકળી કિન્નર, જુઓ પછી જે થયું એ જાણીને તમે હચમચી જશો

ટોપ ન્યૂઝ

એક રુંવાડાં ઊભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. એક યુવકે સેક્સ માટે 2 હજાર રૂપિયા આપીને એક યુવતી બોલાવી હતી. પણ સંબંધ બનાવતી વખતે યુવકને ઝટકો લાગ્યો. કેમ કે તેણે સે-ક્સ માટે જે યુવતી બોલાવી હતી તે યુવતી નહીં પણ કિન્નર હતી. આથી યુવકને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેણે કિન્નરનું છરાથી કિન્નરનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.

બાદમાં લાશની નીચેનો ભાગ રોડના કિનારે ફેંકી દીધો હતો. આ ઘટના સામે આવતા આખા શહેરના લોકો ધ્રુજી ઉઠ્યા છે. આ હચમાચવતી ઘટના ઈન્દોરની છે. શહેરના ખજરાના વિસ્તારમાં એક દિવસે પહેલા રોડના કિનારે અજાણી લાશ મળી આવી હતી. જેનું રહસ્ય પોલીસે ઉકેલી લીધું છે.

પોલીસે હત્યામાં સામેલ નૂર મોહમ્મદ નામના યુવકને ઝડપી લીધો છે. તેણે કિન્નર મોહસીન ઉર્ફે જોયાની ગળું દબાવીને હત્યા કરી હતી. પછી કિન્નર જોયાના મટન કાપવાના છરાથી બે ભાગમાં કટકા કર્યા હતા. નીચેનો ભાગ સ્કૂટરમાં ભરીને રસ્તા પર ફેંકી દીધો હતો. પોલીસે વિસ્તારના સીસીટીવીના આધારે આરોપી નૂર મોહમ્મદને ઝડપી પાડ્યો હતો.

જોયાએ નૂર મોહમ્મદ પાસે 2 હજાર રૂપિયા માંગ્યા હતા. નૂર મોહમ્મદ જોયાની સુંદરતાનો દીવાનો થઈ ગયો હતો. એટલા માટે તે સેક્સ સંબંધ બનાવવાના બદલામાં 2 હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયો હતો. બંને રુબરુ મળે એ પહેલાં નૂર મોહમ્મદે જોયાને 500 રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા.

જોયા જ્યારે નૂરના ઘરે પહોંચી તો પહેલાં તેણે બાકીના રૂપિયા લઈ લીધા હતા. પણ જ્યારે જોયાની અસલિયત નૂરને ખબર પડી તો તેને ઝટકો લાગ્યો હતો. યુવતીને બદલે કિન્નર નીકળતા નૂર મોહમ્મદે જોયા સાથે સેક્સ સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. પણ જોયા સંબંધ બનાવવા માટે સતત દબાણ કરી રહી હતી.

આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો અને નૂર મોહમ્મદે જોયાનું ગળું દબાવી દીધું. જોયાનું મોત થયા બાદ તેના ઘરમાં રાખેલા મટન કાપવાના છરાથી જોયાની લાશના બે ટૂકડા કર્યા હતા. એક હિસ્સો સૂમસૂમ વિસ્તારમાં ફેંકી દીધો હતો. બીજો ભાગ ઘરની અંદર જ પેટીમાં છૂપાવી દીધો હતો.

એસપી જયંત સિંહ રાઠોરે જણાવ્યું કે, કિન્નર મોહસિન ઉર્ફ જોયા રવિવારથી લાપતા હતી. તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં તેની લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપી નૂર મોહમ્મદની ધરપકડ કરી તેની પાસેથી જોયાના શરીરનો બાકીનો ભાગ મેળવી લીધો છે. 

જોયાની કૉલ ડિટેલ અને છેલ્લુ લોકેશન નૂર મોહમ્મદના ઘરની આસપાસ મળ્યું હતું. આ દરમિયાન પોલીસને સૂચના મળી કે આબીદ નામનો યુવક તેની રિક્ષાથી જોયાને છોડવા અને લાવવાનું કામ કરતો હતો. તેણે જ છેલ્લી વાર જોયા સાથે વાત કરી હતી. પોલીસે જ્યારે આબીદને પકડ્યો ત્યારે તેણે નૂર મોહમ્મદના ઘર પર તેને છોડવાની વાત કરી. ત્યારબાદ પોલીસે નૂર મોહમ્મદને તેના સંબંધીના ઘરેથી પકડી લીધો.

નૂર મોહમ્મદ મટનની દુકાને કામ કરવાની સાથે-સાથે ટાઈલ્સ લગાવવાનું કામ કરતો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. તે પરિણીત હતો. તેની પત્ની ગર્ભવતી હતી, એટલા માટે થોડો સમય તે પિયર ચાલી ગઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.