ભર બજારે માથાકૂટ કરી / ડિલિવરી બોય પર યુવતીનો બાટલો ફાટ્યો, મારઝુડમાં વચ્ચે પડેલા લોકોને પણ યુવતીએ લીધા : જુઓ LIVE વિડિઓ

ઇન્ડિયા

મધ્યપ્રદેશના જબલપુરમાં એક યુવતીની દબંગાઈનો એક વીડિયો વાઇરલ થયો છે. તેણે જાહેરમાં માર્ગ પર એક ડિલિવરી બોય સાથે મારઝૂડ કરી હતી. આ યુવકની ભૂલ એ હતી કે તેની બાઈક યુવતીની સ્કૂટીને ટચ થઈ ગઈ હતી. આ સંજોગોમાં યુવતીને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને પગમાંથી સેન્ડલ કાઢીને યુવકને ફટકારવા લાગી હતી.

આ ઉપરાંત તેણે યુવકને ખૂબ જ લાત મારી હતી. આજુબાજુમાં રહેલા લોકોએ જ્યારે યુવતીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો તો યુવતી ગુસ્સામાં કહેવા લાગી કે ઈજા મને પહોંચી છે, તમને નહીં…..વીડિયો બાદ પોલીસે ડિલિવરી બોય સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેણે યુવતી સામે ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઓમતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ SPS બઘેલે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવાર 14 એપ્રિલના બપોરે 2.30 વાગ્યાની છે.

બિછુઆ ચરગંવાનો ડિલીવરી બોય દિલીપ વિશ્વકર્મા (25)એ ફરિયાદ દાખલ કરી હતી કે તે પિઝાની ડિલિવરી માટે જઈ રહ્યો હતો. જબલપુર હોસ્પિટલ નજીક સામેથી સ્કૂટી લઈ યુવતી આવી ગઈ હતી. તે સ્કૂટી ઉપર નિયંત્રણ મેળવી શકી ન હતી અને પડી ગઈ હતી. ત્યારબાદ યુવતી મને અપશબ્દો કહેવા લાગી હતી અને મારઝૂડ કરવા લાગી હતી.

વીડિયો મળ્યા બાદ પોલીસ આ ઘટનાને લઈ સક્રિય થઈ ગઈ હતી અને સ્વિગી કંપનીનો સંપર્ક કરી પીડિત દિલીપ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઓમતી પોલીસે જણાવ્યું કે પરિવહન વિભાગની વેબસાઈટ પ્રમાણે સ્કૂટી, ન્યૂ રિછાઈ કોલોની, GIF સ્થિત કોઈ મધુ સિંહ નામ પર નોંધાયેલ છે. યુવતીની સામે દિલીપ વિશ્વકર્માની ફરિયાદ પ્રમાણે જાહેર માર્ગ પર અપમાનિત કરવા અને મારઝૂડ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/16/n86_1650078125/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.