આલે લે / લગ્નમાં ‘નાક’ ખેંચવા બાબતે વર-વધુના પરિવારો આવ્યા બથોબથ, જુઓ પછી કન્યાએ કર્યું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ અજબ ગજબ

જામનગરમાં એક ખૂબ જ શોકિંગ અને સાથે હાસ્યાસ્પદ બનાવ સામે આવ્યો છે. લગ્નની વિધિ વખતે વરપક્ષે અમેરિકામાં રહેતાં વરરાજાનું ‘નાક’ ખેંચવાની કન્યાની માતાને ના પાડી દીધી હતી. જેથી કન્યાની માતાને ખોટું લાગી ગયું હતું. એટલું જ નહીં થોડીવારમાં બંને પરિવારો ઝગડી પડ્યા હતા. ધીમે ધીમે નાક પકડવા બાબતે બન્ને પક્ષે ઉગ્રતા વ્યાપી ગઈ હતી. બરોબર આ સમેય કન્યાએ પણ આવીને લગ્નનો જ ઈનકાર કરી દીધો હતો. આથી જાન લીલા તોરણે પાછી ફરી હતી અને રાંધ્યા ભોજન રખડી પડયા હતા. આ લગ્ન જામનગર સહિત માં ચર્ચાનો વિષય બન્યા છે.


યુવક-યુવતીએ પ્રેમસંબંધ બાદ અરેન્જ મેરેજ નક્કી કર્યા
જામનગર શહેરના અતિ ચર્ચિત બનાવની વિગત મુજબ જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકાસ્થિત કુંભાર જ્ઞાતિનો યુવક જામનગરની વાંજા જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેને પરિવારજનોએ સંમતિ આપી દીધી હતી. આથી લગ્નનો મંગલ પ્રસંગ ગુરૂવાર તારીખ ૨૦મી જાન્યુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. શહેરની એક હોટલમાં આ લગ્ન રાખવામાં આવ્યા હતા.

કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચતા વરપક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા
નિર્ધારિત સમયે જાન હોટલમાં આવી હતી. સામૈયામાં રાસની રમઝટ બોલી હતી. બાદમાં વરરાજાએ જેવી એન્ટ્રી મારી કે લગ્નની પરંપરાગત વિધિ મુજબ કન્યાની માતાએ વરરાજાનું નાક પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ વરપક્ષના લોકોએ નાક પકડવાની ના પાડી હતી. આમ છતાં વિધિ મુજબ કન્યાની માતા નાકને સ્પર્શ કર્યો હતો. આથી વરપક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. એટલુ જ નહીં વરરાજાના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાંનો ઉધડો લઇ નાખ્યો હતો. જોતજોતામાં બંને પરિવાર વચ્ચે ચડભડ ચાલુ થઈ ગઈ હતી.

કન્યાએ લગ્નની ના પાડી દીધી
થોડીવારમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી હતી. ભારે ગરમાગરમી વચ્ચે કન્યા પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી. થોડીવાર પછી બંને પરિવારો સામસામે આવી ગયા હતા. આથી કન્યાએ પણ ગુસ્સામાં લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. કન્યાએ લગ્નની ના પાડતાં જ બંને પરિવારમાં સોંપો પડી ગયો હતો. કન્યાથી પોતાની માતાનું અપમાન સહન ન થતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. કન્યાએ હિંમતભેર લગ્નની ના પાડી દેતા વરપક્ષના લોકો અવાક થઈ ગયા હતા. કન્યા પોતાની નિર્ણયથી ટસની મસ થઈ નહોતી. આ સમગ્ર ધમાચકડી એકાદ કલાક ચાલી હતી. અંતે વરરાજાને પોતાની જાન લઈને લીલા તોરણે પાછા ફરવું પડ્યું હતું.


રસોઈ પણ ફેંકી દેવી પડી
જે ખાનગી હોટેલમાં લગ્ન સમારંભ હતો એમાં બંને પરિવારોનું સંયુક્ત ભોજન પણ તૈયાર થઈ ગયું હતું. વરપક્ષ હોટેલ છોડીને ચાલ્યા ગયા પછી કન્યા પક્ષના સભ્યો પણ લગ્ન સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. અંતે ભોજન પણ પડયું રહ્યું હતું. કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવનારી ગિફ્ટ સહિતની સામગ્રીઓ પેકેટ બંધ પરત મોકલાવી દીધી હતી.

લગ્નજીવન શરૂ કરે એ પહેલાં જ પ્રેમપ્રકરણનો અંત
આમ એક સામાન્ય જેવી બાબતમાં જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમ પ્રકરણનો સપ્તપદીના પગલા મૂકે તે પહેલાં જ અંત આવી ગયો હતો. માત્ર વરરાજા ‘નાકને સ્પર્શ કરવો’ જ લગ્નસંબંધના વિઘ્નનું કારણ બની ગયો હતો. આ બનાવે જામનગર જ નહીં ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.