ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન ભારે પડ્યા / વરરાજા બગી પર નાચી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ સાથે બગી બની ગઇ આગનો ગોળો, પછી જે થયું એ જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ ગુજરાત

લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવામાં બેદરકારી રાખવામાં આવે તો કેવા ગંભીર પરિણામો આવે તેવો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

પંચમહાલમાં લગ્નની ઉજવણી દરમિયાન વરરાજાની બગીમાં ફટાકડા ભરવાની ફોડતા અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખે આખી બગી આગની ઝપેટમાં હતી. સદનસીબે વરરાજા અને જાનૈયાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આગ લાગી ત્યારે વરરાજા બગીમાં નાચી રહ્યો હતો. સમય સૂચકતા દાખવતા વરરાજાનો આબાદ બચાવ થયો હતો. બગીમાં જનરેટર હોવાથી ફટાકડાના કારણે આગ લાગી હતી. એકથી બે લોકો સામાન્ય દાઝ્યા હતા.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/p/CXdtrcXhOIf/?utm_source=ig_web_copy_link )

વરઘોડો હોવાના કારણે બગીની આસપાસ પણ મોટા પ્રમાણમાં લોકો હોવાનું જોઇ શકાય છે. જો કે બગી ચાલકો દ્વારા વરરાજા ઉતરી જતા તત્કાલ બગીને આગળ લઇ જવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે ત્યાં થોડા સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ આગની ઘટનામાં એક યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઉપરાંત વરરાજાને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. બગી સાથે રહેલા જનરેટરના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફટાકડાનો તણખો જનરેટર પર પડતા ડિઝલ હોવાનાં કારણે ભડકો થયો હતો.

જો કે આ સમગ્ર ઘટના લાલબત્તી સમાન છે. જે પ્રકારે બગીમાં દેખાવ કરવા માટે આગના ફુવારા થાય તે પ્રકારના ફટાકડા લગાવવામાં આવે છે તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે. આવી સામાન્ય ભુલ ઘણી વખત મોત પણ નોતરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાની ફુલઝડી લગાવાય છે પરંતુ બગીમાં લાઇટો માટે જનરેટર હોય છે. જે ડિઝલથી ચાલતું હોય છે. તેવામાં તણખા ડીઝલ પર પડે તો મોટી દુર્ઘટના થઇ શકે છે. જો કે ઘટના અંગે માહિતી મળતા ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

છત્તીસગઢમાં શનિવારે રાયપુરની એક હોટલમાં લગ્ન સમારોહ દરમિયાન ક્રેન તૂટી ગઈ હતી. લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રીની આવી જ એક ઘટનામાં દુલ્હા અને દુલ્હન ક્રેન પર 12 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા સદનસીબે તેમને મામૂલી ઈજા પહોંચી હતી પરંતુ તેમને બધી મજા મરી ગઈ. હવે લગ્ન કરવા બેઠા છે એટલે ગાલ પર લાફો મારીને લાલ રાખવા જેવો ઘાટ થયો છે.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1469998828824629250 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.