હાલ હીરા ઉદ્યોગકારો માટે એક રાહતના સમાચાર મળી આવ્યા છે. જેમાં મોટાભાગના મુદ્દાઓના જવાબ મળી જતા રશિયા(Russia) અને ભારત નવી સિસ્ટમના ઉપયોગ માટે સજ્જ થયા છે. એટલે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ વિદેશ વેપાર વ્યવહારની પેમેન્ટ સિસ્ટમ રુપીમાં દાખલ કરી છે.
જેને પગલે આવતા સપ્તાહથી પહેલી વખત રશિયા ખાતેની નિકાસનું પેમેન્ટસ રૂપિયામાં થશે. મળતી માહિતી મુજબ, રશિયા અને ભારત વચ્ચે રુપીમાં વ્યવહાર શરૂ કરવા માટેના મહત્વનાં મુદ્દાઓ ઉકેલાઈ જતા નિકાસકારો તથા આયાતકારો હવે બેંકોમાં ખાતા ખોલાવવા માટે બેન્કોનો સંપર્ક કરી રહ્યા છે.
વધુમાં કેટલીક નિકાસ માટે આવતા સપ્તાહેથી નવી યંત્રણા હેઠળ પેમેન્ટસ શરૂ થઈ જવાની અપેક્ષા છે. એટલ કે, આવતા સપ્તાહથી જ રશિયા ખાતેની નિકાસનું પેમેન્ટસ રૂપિયામાં થવા લાગશે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આ પાંચ ભારતીય બેંકો યુકો બેંક, યુનિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બે રશિયન બેંકો Sber Bank અને VTBએ રૂપિયાના વેપાર માટે નિયમનકારી મંજૂરી મેળવી લીધી છે.
સાથે જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બે બેંકો HDFC બેંક અને કેનેરા બેંકને રૂપિયામાં વિનિમય કરવા વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે. આ મંજૂરી રશિયા સાથેના રફ હીરા સહિતની વિવિધ ચીજોના વેપાર માટે આપવામાં આવી છે.
આ મંજુરી મળવાને કારણે હીરા ઉદ્યોગકારો હવે રશિયામાથી આયાત થતા રફ હીરાનું HDFC અને કેનેરા બેંક મારફતે પણ પેમેન્ટ કરી શકશે. જાણવા મળ્યું છે કે, કોલકાતા સ્થિત યુકો બેંકને સૌ પ્રથમ વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટની મંજુરી મળી હતી.
કોલકાતા સ્થિત યુકો બેંકે રશિયાના વિશ્વના સૌથી મોટા ગેસ ઉત્પાદક અને નિકાસકાર ગેઝપ્રોમ કંપની દ્વારા સ્થાપવામાં આવેલ ગેઝપ્રોમ્બેન્ક સાથે જોડાણ કરી વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટની સુવિધા મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!