અધિકારીઓને બરોબરના ઝટકાવ્યા / હાઈકોર્ટે આ મુદ્દે AMC ની ઝાટકણી કાઢીને પૂછ્યું, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ

ટોપ ન્યૂઝ અમદાવાદ

ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

હાઈકોર્ટે એએમસીના અધિકારીઓની ઝાટકણી કાઢી
અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજ (non veg ban) ની લારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, AMC એ લારીઓ લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMC ના અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અધિકારીઓને સવાલ કર્યા હતા કે, તમે લોકોને પોતાની ઇચ્છાની ચીજ ખાવાથી કેવી રીતે રોકી શકો? શું કોઇ હોદ્દેદારોના કહેવાથી આ નિર્ણય લેવામાં આવ્યો? શું કાલે તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવું છે? શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ.

હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી : ઉલ્લેખનીય છે કે, 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટ (gujarat high court) માં નોનવેજની લારીઓ (nonveg stalls) હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર (fundamental rights of the constitution of india) માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો (article-14 of indian constitution) ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે.

સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો? અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજ (non veg ban) ની લારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, AMC એ લારીઓ લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMC ના અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.