અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ મોતનો હાઇવે બન્યો, જુઓ આંખના પલકારે ચાલુ કારમાં થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

અકસ્માતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. અકસ્માતમાં લોકોના પરિવાર વિખરાય જાય છે અને કોઈવાર તો મૃતકનો દેહ કલાકો સુધી સુમસાન રસ્તા પર પડ્યો રહે છે. દરરોજ અવનવા અને ચોકાવનારા અકસ્માતો સામે આવે છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે તો જાણે મોતનો હાઈવે બન્યો હોય તેવું લાગી રહ્યું છે, એક પછી એક અકસ્માતો સામે આવે છે.

આજે આપને જેના વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે ઘટના નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર સર્જાય છે. આ ઘટના સવારના સમયે સર્જાઈ હતી. હાઇવે પરથી પસાર થતી કારનું એકાએક ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. કાર હાઈવે પર જ ઊંધી થઈ ગઈ.

જેમાં એક વ્યક્તિનું અકસ્માત સ્થળએ જ મોત નિપજ્યું. જયારે 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. અમદાવાદનો રહેવાસી અલ્પેશભાઈ ભીમજીભાઈ દધાણીયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. એકાએક ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ કાર હાઈવેની વચ્ચોવચ્ચ ઊંધી થઈ ગઈ હતી.

ત્રણ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. મધુભાઇ હરજીવનભાઇ સરડવાની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો. ફરિયાદ અનુસાર મધુભાઈ મોરબી ખાતે રહે છે. તેમના મિત્ર ચિરાગભાઇ અને વિશાલભાઇ વર્ના ગાડી લઇને અમદાવાદના ગોતા ચોકડી ICB ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમજીભાઇ દઢાણીયાના ઘરે આવ્યા હતા.

અને ત્યાર બાદ ત્યાથી આ તમામ મિત્રો ધંધા અર્થે 14મી ડીસેમ્બરે મુંબઈ જવા નીકળ્યા હતા. અને ત્યાથી અમદાવાદ પરત આવતી વખતે અકસ્માત સર્જાયો. કારનું ડ્રાઇવર સાઇડનું આગળના વ્હીલનું ટાયર ફાટતા કાર આગળ જતા કોઈ ટ્રક સાથે અથડાઈ અને પલ્ટી મારી. આ ઘટનામાં વિશાલભાઇ, ચિરાગભાઇ તથા અન્ય એકને સામાન્ય ઇજા થઇ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *