આલે લે તારે / લગ્નના 6 મહિનામાં જ પતિએ પત્નીને ઉપરાછાપરી ને ઘા મારીને હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. લગ્નના 6 મહિનામાં જ ઘટના બનતા ચકચાર મચી છે. લગ્નગાળાના ટૂંકા સમયમાં ઝઘડા શરૂ થયા હતા. મળસ્કે પણ કોઈ કારણસર ઝઘડો થતાં આવેશમાં આવી પતિએ પત્નીની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ તકિયાથી મોઢું દબાવી હત્યા કરી હતી.

એક સોસાયટીના સીસીટીવી કેમેરામાં હત્યારો સાઇકલ થોભાવી કમરે પટ્ટો બાંધતો સ્પષ્ટ નજરે પડતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. ઓલપાડના કિમ ગામની નજીક અંબિકાનગર(કઠોદરા) સોસાયટી છે, જ્યાં પરપ્રાંતીય પરિવાર સાથે પિતાના જ મકાનમાં કિરણબેન હરિશચંદ્ર નિશાદ (ઉં.વ 22) પોતાના પતિ સાથે રહેતા હતા.

કિરણ નિશાદ અને પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ(મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે અંબિકા નગર, કિમ -કઠોદરા) વચ્ચે 6 મહિનાના લગ્નના સમયગાળામાં અનેક વખત ઝઘડો અને મારપીટ થયાં કરતી હતી. સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કિરણબેનના પિતાએ તેના પતિને સાઇકલ લઈ બહાર જતા જોયા બાદ દીકરીના રૂમ તરફ જોતાં બહારથી તાળું મારેલું હતું.

કંઈક અજુગતું જણાતાં પિતાએ પડોશીઓને જાણ કરી હતી. તેમણે રૂમની બારી ખોલીને જોતાં દીકરી કિરણ નિશાદ પલંગ પર પડેલી હતી.મૃતકની છાતીમાં ચપ્પુના ઘા હતા. બાદમાં તકિયાથી મોઢું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો.હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *