મોટી ફેરબદલી / કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, પાર્ટી ગાંધી પરિવારની બહારથી અધ્યક્ષ બનાવી શકે, જાણો કોનું નામ ટોપ પર

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કોંગ્રેસમાં આવનારા દિવસોમાં મોટા ફેરફાર થઈ શકે છે. પાર્ટીનો અધ્યક્ષ ગાંધી પરિવારની બહારનો હોઈ શકે છે. જાણો શું છે સ્થિતિ…

  • કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ ગાંધી પરિવારની બહારનો હોઈ શકે
  • ફેરફાર માટે ત્રણ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યા
  • લોકસભામાં વિપક્ષ નેતા બની શકે છે રાહુલ ગાંધી 

ફેરફાર માટે ત્રણ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યા

કોંગ્રેસમાં આવનારા કેટલાક દિવસોમાં મુખ્ય સ્તરે મોટા ફેરફાર થઈ શકે છે. સંગઠનથી લઈને રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે. પાર્ટીની અંદર ઉઠેલો બળવો તથા બીજા સહયોગી દળોના દબાણની વચ્ચે હવે પાર્ટી હવે પોતાને સક્રિય મુડમાં લાવતી જોવા મળી રહી છે. સૂત્રો અનુસાર પાર્ટીમાં મોટા મોટા ફેરફાર માટે ત્રણ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ ગાંધી પરિવારની બહારનો હોઈ શકે

આ અંતર્ગત પાર્ટીને ગાંધી પરિવારની બહારથી અધ્યક્ષ મળી શકે છે. એટલા માટે વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. જે રાહુલ ગાંધી હજું પણ પરિવારમાંથી બહારના કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવાની વાત પર અડેલા છે. તેવામાં જો આ દબાણ બનેલું રહેશે તો પાર્ટી પોતાને તેના માટે તૈયાર કરી રહી છે.

લોકસભામાં વિપક્ષ નેતા બની શકે છે રાહુલ ગાંધી 

આ સ્થિતિમાં રાહુલ ગાંધી પોતાને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે તૈયાર થઈ શકે છે. બીજો ફોર્મ્યૂલા પ્રમાણે સોનિયા ગાંધીને જ 2024 સુધી પૂર્ણકાલિક અધ્યક્ષ બનાવવા માટે પાર્ટી આગ્રહ કરી શકે છે. ત્રીજા ફોર્મ્યૂલા અંતર્ગત રાહુલ ગાંધી ફરી પાર્ટી અધ્યક્ષ બની શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યાનુંસાર રાહુલની પાસે પાર્ટી નેતૃત્વ કરવાનો સતત વિકલ્પ હતો પરંતુ તે પોતે આ પદ માટે તૈયાર નથી.

હવે હરિયાણા કોંગ્રેસમાં ગઠબંધનમાં આગ

હરિયાણામાં વિપક્ષી દળ કોંગ્રેસની અંદર છેડાયેલા ધમાસાણ હવે રસ્તા પર આવી ગયુ છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ગુટના 22 વિધાયકોએ સોમવારે કુમારી સૈલજાની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. આ તમામને દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી. તેમની માંગ હતી કે શૈલજાને હટાવીને હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. હુડ્ડા સમર્થક ધારાસભ્યોનો તર્ક છે કે ઈનૈલો સુપ્રીમ ઓમ પ્રકાશ ચૌટાલાના બહાર થવાથી જાટ બેંક સરકી શકે છે. ચૌટાલાને રોકવા માટે હુડ્ડાને ફ્રી હેન્ડ આપવું જરુરી છે.

Leave a Reply

Your email address will not be published.