કળયુગતો જુઓ / જુઓ સોખડા મંદિરમાં આજે જે ઘટના બની તે જોઈ ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ રડી પડ્યા હશે, જુઓ પોલીસ દ્વારા….

ગુજરાત

શહેરના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને સંતો દ્વારા માર મારવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા સેવક અનુજ ચૌહાણને 4 સંતોએ માર માર્યો હતો. જેનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. અનુજે સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 સંતો સહિત મંદિરના અન્ય લોકો સામે અરજી આપી હતી, ત્યારબાદ અનુજ અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, બાદમાં આજે અનુજ અને તેના પિતા તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા.

જેમને અરજી સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ પોતાના નિવેદનો લખાવ્યા જેના આધારે તાલુકા પોલીસે મંદિરના 5 સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. અનુજ અને તેના પિતાએ પોલીસ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો છે, સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અનુજની અરજીના અનુસંધાને તાલુકા પોલીસે સોખડા મંદિરના સંતો પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી, આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ143,147,149,323,294(ખ) મુજબ ગુનો દાખલ કર્યો. તપાસ અધિકારીએ કહ્યું કે આરોપીઓએ અનુજને માર માર્યો હોવાનુ તપાસમાં ફલિત થયું. પોલીસ ફરિયાદ બાદ હવે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ પોલીસ ફરિયાદ થતાં સોખડા મંદિરની ગાદીપતિ માટેની લડાઈ હવે વધુ તેજ બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ફરિયાદના શું પડઘા પડે છે તે તો સમય જ બતાવશે.

મહિલાઓએ ગુણાતીત સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી પર ચારિત્ર્યને લઇને અને અશોક નામના વ્યક્તિની સામે પૈસામાં ગોટાળાના આક્ષેપ કર્યા હતા. સોખડા મંદિરની સત્સંગી મહિલાઓએ ટ્રસ્ટીઓને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, અમારે હરિધામમાં ગુણાતીત ન જોઈએ અને ગુણાતીતના જેટલા પણ ફોટો હોય તે બધા હરિધામની બહાર જવા જોઈએ. આ ઉપરાંત મહિલાઓએ એવું પણ કહ્યું હતું કે, એક સંતે છોકરો પેદા કર્યો, તો બીજા સંત જામનગરવાળી મહિલાને લઇને ફરી રહ્યા છે. તો ત્રીજા સંતે 40 કરોડ રૂપિયા ભાવેશ નામના એક બિલ્ડરને આપ્યા છે. અમારી પાસે તમામ પ્રૂફ છે.

હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ હરિધામ સોખડાનું મંદિર મંદિરની ગાદીની હરીફાઈને લઇને સતત વિવાદથી ઘેરાઈ રહ્યું છે. જયારે વ્યક્તિ તમામ મોહ અને સુખનો ત્યાગ કરે છે ત્યારે તે સંત બને છે. પણ અહિયાં તો સંતો વચ્ચે મંદિરની ગાદીને લઇને જે ફરિફાઈ ચાલી રહી છે તેની વચ્ચે હરિભક્તોને પીસાવાનો વારો આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.