અરરર / ખુદ પોલીસ ઈન્સ્પેક્ટરે જ ખાખી લજવી, જુઓ લગ્નની લાલચ આપીને મહિલા સાથે કર્યું એવું કે વિડિઓ થયો વાઇરલ, જાણીને તમે પણ ચોંકી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

યુપીના બરેલી જિલ્લામાંથી એક હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ ઇન્સ્પેક્ટરે(Police Inspector) લગ્નના બહાને એક મહિલા પર કથિત રીતે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસ અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સિદ્ધાર્થ અનિરુદ્ધ પંકજે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના આધારે થાણા કેન્ટમાં સંબંધિત કલમો હેઠળ ઇજ્જત નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) ક્રાંતિવીર સિંહ વિરુદ્ધ ગુરુવારના રોજ એફઆઇઆર નોંધવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ક્રાંતિવીર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે, તે તેના પતિ સાથેના વિવાદને લઈને શાહજહાંપુર કોતવાલી ગઈ હતી. તે સમયે ક્રાંતિવીર સિંહ કોતવાલીમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા અને તેમણે જ તેમના કેસની તપાસ કરી હતી.

ક્રાંતિવીરે પોતાને અપરિણીત છે તેવું કહીને લગ્નના બહાને શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરી, 2021ના રોજ ક્રાંતિવીર તેને બરેલી કોર્ટમાં લઈ આવ્યો અને પછી નકલી લગ્નનું પ્રમાણપત્ર બનાવ્યું. આ પછી આરોપી તેને કેન્ટ સ્થિત તેના ઘરે લઈ ગયો અને પછી દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાનો આરોપ છે કે, થોડા સમય પછી તેને ખબર પડી કે ક્રાંતિવીર પરિણીત છે અને તેના બે બાળકો છે. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે અશ્લીલ વિડીયો અને ફોટા જાહેર કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. આ પછી, પ્રમોશન મળ્યા પછી સિંહ ઇન્સ્પેક્ટર બન્યા અને બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) તરીકે પોસ્ટ કરવામાં આવ્યા.

પીડિતાએ ઘણી વખત અધિકારીઓ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પીડિતાએ થોડા દિવસો પહેલા પોલીસ મહાનિરીક્ષક રમિત શર્માને ફરિયાદ કરી હતી. પોલીસ મહાનિરીક્ષકે બરેલીના એસએસપીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એસએસપીએ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરાવી અને ત્યાર બાદ આરોપી ઇન્સ્પેક્ટર ક્રાંતિવીર વિરુદ્ધ પોલીસ સ્ટેશન કેન્ટમાં રિપોર્ટ નોંધાવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. એસએસપીએ કહ્યું કે આ મામલે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.