અરે બાપરે / સુરતના વધુ એક રત્નકલાકારે મોતને વ્હાલું કર્યું, જુઓ મોતના એક દિવસ પહેલા જ થયું હતું એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

આપઘાત કરનાર યુવકના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા

શહેરના કામરેજ(Kamarej) વિસ્તારમાં રત્નકલાકારે માથે દેવું થઇ જતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પરેશે ખૂખાણીએ મરતા પહેલા કહ્યું હતું કે, મેં દવા પીધી છે. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાતા મારે કોઈને પૈસા દેવાના છે કહી અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાના આપઘાતથી પરિવાર હિબકે ચડ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથીમાં જોડાયેલા પરેશની આત્મહત્યા પાછળનું કારણ કોઈ જાણી શક્યું ન હતું. ત્રણ ભાઈઓ પૈકી પરેશ બીજા નંબરનો ભાઈ હતો.

અચાનક ઊલટીઓ શરૂ થતાં ભાભીએ બુમાબુમ કરી
રાજેશ (મૃતકના મોટાભાઈ) એ જણાવ્યું હતું કે રત્નકલાકાર તરીકે કામ કરતો પરેશ ખૂખાણી ઉ.વ. 28 (રહે કૃષ્ણ રેસિડેન્સી કામરેજ) નાઈટ પાળી કરી ને સોમવારે મંગળવારે સવારે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સૂઈ ગયેલા પરેશને અચાનક ઊલટીઓ શરૂ થતાં ભાભીએ બુમાબુમ કરી દીધી હતી. દોડીને જતા પરેશે જ કહ્યું કે, મેં દવા પીધી છે. આ સાંભળી તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા

હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
વધુમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક પરિવાર ભેગું થઈ ગયું હતું. પરેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધો હતો. પરેશના લગ્ન 4 વર્ષ પહેલાં જ થયા હતા. તેઓ મૂળ ભાવનગરના વતની છે.

દેવું થયું ગયું હોવાની વાતથી પરિવાર અજાણ
વધુમાં જણાવ્યું હતું કે અચાનક કોઈ પણ કારણ વગર ઝેરી દવા પી લેનાર પરેશના આ અંતિમ પગલાંથી પરિવાર ચિંતિત હતું. જોકે મૃત્યુ પહેલા ખાનગી હોસ્પિટલમાં પરેશે કહ્યું હતું કે, મારે કોઈને પૈસા દેવાના છે કહી છેલ્લા શ્વાસ લીધા હતા. પરેશની દેવાની આ વાતથી પરિવાર અજાણ હતું. એટલું જ નહીં આપઘાત પાછળ દેવું કારણ ભૂત હોય શકે છે. કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.