ફેનિલ અને ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના / સુરતમાં નેપાળી યુવતીનો હત્યારો નીકળ્યો તેનો જ પ્રેમી, જુઓ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ટોપ ન્યૂઝ સુરત

આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા દેખાય રહ્યા છે. ત્યારે સુરત(surat)ના વેસુ(Vesu) વિસ્તારમાં બે દિવસ પહેલાં જ હોટલમાં એક નેપાળી યુવતીએ આપઘાત કર્યા હોવાઘટના સામે આવી હતી. આ ઘટના અંગે ઉમરા પોલીસ દ્વારા કાસા બ્લેન્કા હોટલ(Blanca Hotel)ના માલિક સંજય કુંભાણી(Sanjay Kumbhani)(35)(રહે, મોટા વરાછા, મૂળ રહે,અમરેલી)ની સામે દુષ્પ્રેરણાની ફરિયાદથી ધરપકડ કરવામાં આવી રહી છે.

યુવતીએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઈડ નોટનાં આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. યુવતી દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટમાં જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દરેક દર્દનાક દાસ્તા હતી. જયારે આ સુસાઈડ નોટમાં આપઘાત કરવા પાછળનું કારણ સંજય નામના યુવક સાથે પ્રેમસંબંધમાં દગો મળ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સુરતના વેસુમાં ગ્રીન સિગનેચર પ્રાઈમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલના રૂમમાં ગળા ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ તેણે લખેલ સુસાઈડ નોટમાં હોટલના માલિક સંજય કુંભાણીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.

જયારે કહેવામાં આવી રહ્યું છે કે, મૂળ નેપાળની અને એક મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 30 વર્ષીય માનસી (નામ બદલ્યું છે) હોટલના બીજા માળે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાય પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. જયારે ફોરેન્સિક પીએમ દરમિયાન ફાંસો ખાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ પણ લેબમાં મોકલવામાં આવ્યા છે.

સુરતના વેસુમાં આવેલ આ કાસા બ્લેન્કા હોટલ સંજય કુંભાણી ભાડેથી ચલાવી રહ્યો હતો. જયારે આરોપી સંજય પરિણીત હોવા છતાં પણ નેપાળી યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. મૃત્યુ પામેલ નેપાળી યુવતી હોટેલમાં મહિનાથી રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરી રહી હતો.

નેપાળી યુવતીને આરોપી સંજય કુંભાણી સાથે વેસુ વિસ્તારમાં મુલાકાત થઈ હતી. ત્યાર પછી બંને એકબીજાનો મોબાઈલ નંબર આપીને એકબીજા સાથે ફોનમાં વાત કરતા હતા. ધીરે ધીરે તે બંને વચ્ચે પ્રેમસંબધ પણ બંધાયા હતા. લોકમુખે ચર્ચા થઇ રહી છે કે ફેનીલે ગ્રીષ્માની હત્યા કરી ત્યારથી આવા બનાવો બની રહ્યા છે.

વધુમાં બીટક્નેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા સતીષ કુંભાણી આરોપી કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણીનો સગો ભાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવતી દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં સંજય કુંભાણીને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.