અરે બાપરે / ગીરમાં જંગલના રાજાએ બતાવ્યો પોતાનો ‘પાવર’, જુઓ ધ્રૂજાવી નાખે તેવી ગર્જના કરતા વિસ્તાર પોતને કબજે કર્યો : જોઈલો વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

પૂર્વ ગીર ડિવિઝનના નાયબ વન સંરક્ષક અંશુમન શર્મા અભયારણ્યનું ચક્કર મારવા નીકળ્યા ત્યારે તેમણે કેમેરામાં ગર્જના કરતા સિંહોને કેદ કર્યા હતા. તેમણે લગભગ એક કલાક સુધી બંને સિંહનું નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટ: શિયાળાની ધુમ્મસવાળી સવારે જંગલમાં વૃક્ષોને ચીરીને સૂર્યના કિરણો જમીન પર પડતાં હોય ને એવામાં જંગલના રાજા સિંહની રણકાદર ગર્જના સંભળાય. વિચારવા જઈએ તો આ નેટજિઓની કોઈ સીરીઝનું દ્રશ્ય હોય તેવું લાગે. પરંતુ આ વન વિભાગના અધિકારીએ નજરે નિહાળેલી અને કેમેરામાં કેદ કરેલી ઘટના છે. શુક્રવારે વહેલી સવારે પૂર્વ ગીર ડિવિઝનના નાયબ વન સંરક્ષક અંશુમન શર્મા અભયારણ્યનું ચક્કર મારવા નીકળ્યા હતા ત્યારે તેમણે આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું હતું.

40 સેકંડના વિડીયોમાં બે નર સિંહો ‘માલિકી’ માટે ઊંચા સાદે સંવાદ કરતાં જોવા મળે છે. અંશુમન શર્માએ બે સિંહ જોયા હતા. જેમાંથી એક યુવાન હતો અને એક થોડી મોટી ઉંમરનો. થથરી જવાય તેવી ત્રાડ નાખીને 12 વર્ષનો સિંહ પડકાર આપનારા 7 વર્ષના સિંહને જાણે કહી રહ્યો હતો કે આ વિસ્તારનો અસલી ‘બોસ’ કોણ છે.

સિંહો પોતાનો વિસ્તાર જાતે નક્કી કરે છે અને તે માટે કેટલાક મહત્વના માપદંડ પણ છે. શિકારનું પ્રમાણ, સિંહોના ટોળાનું કદ, પાણી અને રહેવા માટેનો વિસ્તાર અનુકૂળ છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા પછી જ સિંહ પોતાના માલિકીના વિસ્તારની ઘોષણા કરે છે અને તેઓ જ્યાં સુધી રહે ત્યાં સુધી જે-તે વિસ્તાર તેમનો જ રહે છે. સિંહનું સરેરાશ આયુષ્ય 16 વર્ષનું હોય છે. જોકે, સમયાંતરે રાજાશાહી બદલાતી રહે છે. પોતાની હદ નક્કી કરવાની સિંહની રસપ્રદ પદ્ધતિ પણ છે. સામાન્ય રીતે સિંહો પોતાની ઘ્રાણેન્દ્રિય દ્વારા સિગ્નલ આપીને વિસ્તાર નક્કી કરે છે. ઝાડ પર પોતાનું શરીર રગડવું જેથી થડ પર પોતાની સુગંધ રહે અથવા પોતાના મૂત્રને ઘાસ અથવા ઝાડવા પર છાંટીને પણ સિંહ પડકાર આપનારા ઉંમરમાં નાના સિંહને આ ભૂમિ પોતાની હોવાનો સ્પષ્ટ સંદેશ આપી દે છે.

અંશુમન શર્માએ ગીરના જંગલમાં દેખાયેલા આ બે સિંહનું લગભગ કલાક નિરીક્ષણ કર્યું હતું અને તેમની કેટલીક હલચલ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. બાદમાં તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો હતો. જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ હરખઘેલા થયા હતા.

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અંશુમન શર્માએ કહ્યું, “વૃદ્ધ સિંહ પોતાનો વિસ્તાર નક્કી કરતો હતો અને યુવા સિંહ પોતાની સુગંધ તેના પર છોડીને ભૂંસવાની કોશિશ કરી રહ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ‘તણખાં’ ઝર્યા હતા. બંને સિંહની બોડી લેંગ્વેજ જોઈને લાગતું હતું કે તેઓ એક જૂથના નહોતા.”

જોકે, બુલંદ ગર્જના અને આવેશના દ્રશ્યો છતાં મોટી ઉંમરનો સિંહ દ્વન્દ્વ યુદ્ધ માટે તૈયાર ના હોય એવું લાગતું હતું. પરંતુ યુવાન સિંહ પોતાની હદ વધારતો રહેશે તો બની શકે કે, બે સિંહોમાં સત્તાની લડાઈ જોવા મળે, તેમ અંશુમન શર્માએ ઉમેર્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.