‘પુષ્પા’નો પણ બાપ / કચ્છીઓ પાસે તો ‘પુષ્પા’ પણ પાણી ભરે છે, જુઓ પોર્ટ પરથી એટલા કરોડ રૂપિયાનું ચંદન ઝડપાયું કે પોલીસને પણ ચક્કર આવી ગયા

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાત અને ખાસ કરીને કચ્છ જાણે કે ડ્રગ્સ અને રક્તચંદનની દાણચોરીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાંથી વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતી જ રહે છે. અત્યાર સુધી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો ત્યારે હવે ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને મુંદ્રા પોર્ટ પરથી રક્ત ચંદન ઝડપી લેવાયું છે.

નોઇડાથી રેલવે માર્ગે માલ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. કન્ટેનરમાં પેક કરીને આ રક્ત ચંદનની દાણચોરી કરવાનો પ્લાન હતો. 20 ફુટના કંટેનરમાં આ ચંદન પેક કરવામાં આવ્યું હતું. કંટેનરમાં કુલ 11 ટનથી વધારે માત્રામાં ચંદન ઝડપાયું છે. ટ્રેક્ટરના સ્પેરપાર્ટ હોવાનું જણાવીને આ રક્ત ચંદનની હેરાફેરી કરવાની ફિરાકમાં હતા દાણચોરો.

આ રક્ત ચંદનની બજાર કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાનું પ્રાતમિક તપાસમાં સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર CFS માં ગાંધીધામ DRI દ્વારા દરોડા પાડીને ચંદન ઝડપી લેવામાં આવ્યું હતું. ડીઆરઆઇની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હાલ તો ડીઆરઆઇ દ્વારા આ ભેજાબાજ દાણચોરોને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2022 ના દિવસે પણ ચંદન પકડાયું હતું. ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા છે. કુલ 5.4 ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાઈ છે, જેની આંતરરાષ્ટ્રી બજારમાં 3 કરોથી વધુની કિંમત છે. લુધિયાણાથી આવેલું કન્સાઈમેન્ટ દુબઈ જવાનું હતું, તે પહેલા જ પકડાયુ હતું. આ વાતની સ્યાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર રક્તચંદન ઝડપાયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.