ક્યાંય પણ મકાન ભાડે રાખતા પહેલા બધી તપાસ કરીને પછી જ રાખજો, બની શકે છે આપની સાથે આપ આવી કોઈ દુર્ઘટના ન ઘટે જેવું અહીં જણાવવામાં આવ્યું છે.
અમેરિકાના ટેક્સાસમાં રહેતો એક શખ્સ પર લગભગ 2000 પ્રાઈવેટ વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ લાગ્યો છે. આ શખ્સ પર આરોપ છે કે, તેણે ગુપ્ત કેમેરા લગાવીને કથિત રીતે કેટલાય લોકોની અંતરગ પળોનું રેકોર્ડ કરી લીધું. શખ્સે પોતાના ઘરમાં એરબીએનબી દ્વારા ગેસ્ટને આપતો હતો અને તેના જે ઘરમાં લોકો આવીને રહેતા હતા, ત્યાં સીક્રેટ કેમેરા લગાવેલા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર શખ્સ પર આરોપ છે કે, તેને કેટલાય લોકોની પ્રાઈવેટ ક્ષણને રેકોર્ડ કરી લીધી છે. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી. ખુલાસો થયા બાદ હવે એરબીએનબીએ શક્સની પોતાની પ્રોપર્ટીને સાઈટ પરથી હટાવી દીધી છે અને બતાવ્યું છે કે, તેની આ પ્રોપર્ટીને કંપનીએ બૈન કરી દીધી છે.
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર અમેરિકાના ટેક્સાસમાં રહેતા આ શખ્સની ઓળખાણ જય એલી તરીકે થઈ છે. 54 વર્ષિય જયે પોતાની પ્રોપર્ટીના રૂમમાં અંદર સીક્રેટ કેમેરા લગાવી દીધા હતા. પોલીસને આરોપી પાસેથી કેમેરા, લેપટોપ, ટેબલેટ અને ફોન મળી આવ્યા છે. પોલીસને ફરિયાદ મળી હતી, જે બાદ પોલીસે તપાસ કરી અને જય સાથે પૂછપરછ કરી, કહેવાય છે કે, પોલીસની તપાસામાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી એક વર્ષથી લોકોના સીક્રેટ વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.
પોલીસે ધરપકડ કરી
રિપોર્ટમાં એક છોકરીના હવાલેથી લખવામાં આવ્યું છે કે, જયના વકીલે પોતાના ક્લાઈંટને નિર્દોષ ગણાવ્યો છે, જો કે, પોલીસે તેના પર લોકોની પ્રાઈવસીનું હનન કરવાનો, લોકોની ભાવનાઓને આઘાત પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!