અરે બાપરે / ઇતિહાસનો સૌથી મોટો હીરાનો બદલો મારનાર વેપારી ઝડપાયો, જુઓ સુરતની કિરણ જેમ્સ સાથે થઇ મોટી છેતરપીંડી

ટોપ ન્યૂઝ સુરત

સુરતના શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં કિરણ બિલ્ડિંગ(Kiran Building)માં જી.એન.બ્રધર્સ(GN Brothers) હીરાની પેઢીમાં ભાગીદારોએ 2 કર્મચારી અને 2 હીરાદલાલ સાથે મળી રફ હીરાના માલને બદલી નાખીને કુલ 4 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી. આ કેસમાં વરાછા પોલીસે અગાઉ 4 અને હવે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

હલકી ગુણવત્તા વાળા હીરા સાથે કરી બદલી: સુરતના વરાછા વિસ્તારમાં વૈશાલી ત્રણ રસ્તા પાસે આવેલ કિરણ બિલ્ડીંગમાં જી.એમ. બ્રધર્સ તરીકે હીરાની ફેક્ટરી આવેલ છે. જ્યાં 11 વર્ષથી ભાગીદાર તરીકે કામ કરી રહેલ ઇસમોએ 4 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે બાબતે ફેક્ટરી માલિક ઈશ્વરભાઈ ખુંટએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

જેમાં અન્ય ભાગીદાર મેનેજર અને દલાલો દ્વારા છેલ્લા કેટલાય સમયથી હલકી ગુણવત્તા ધરાવતા હીરા બહારથી લાવીને કિંમતી હીરા લઈને કંપનીમાંથી હીરાની છેતરપિંડી કરતા હતા જે બાબત અંગેની જાણ થતા તપાસ કર્યા બાદ હકીકત સામે આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતા કુલ 6 જેટલા ઇસમોએ ગુનાને અંજામ આપીને 4 કરોડથી વધુ રૂપિયાની કિંમતના હીરાની હેરફેર કરવામાં આવી હતી. જે કેસમાં વરાછા પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી વિજય ઉર્ફે વી.ડી. બદરખીયા, જીગ્નેશ ઉર્ફે કે.કે. કાકડિયા, પ્રકાશ સોજીત્રા એમ ત્રણ લોકો ઈશ્વરભાઈના ભાગીદાર હતા. જેને ધીરુભાઈ બદરખીયા અને બીપીન તળાવીયા જે દલાલીનું કામ કરી રહ્યા છે તેની પાસેથી હલકી ગુણવત્તાના હીરા વિજય, જીગ્નેશ અને પ્રકાશને આપીને છેતરપિંડી આચરી હતી.

કુલ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી: સાથે એક ખાનગી વ્યક્તિની પણ આ સંડોવણી સામે આવતા ગૌતમ કાછડિયાને પકડી પાડી કુલ 6 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. જોકે તપાસ દરમિયાન અન્ય 2 ઇસમોની પણ સંડોવણી સામે આવતા બંને ઈસમો ભાગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આરોપીના રિમાન્ડ મેળવીને કુલ 42 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી પાસેથી 42 લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર ડીસીપી સુરત પોલીસ સજ્જનસિંહ પરમારએ જણાવ્યું હતું કે, હીરા પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરી રહેલા ઇસમોએ ફેક્ટરીમાં ગોલમાલ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે બાબતે ગુનો નોંધીને પોલીસે આરોપી પાસેથી 42 લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરીને અન્ય મુદ્દામાલ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.