પાન-માવા ના શોખીન માટે મહત્વના સમાચાર / કોરોનાને કારણે લોકડાઉન આવે કે ન આવે પરંતુ પાનના ગલ્લા થશે બંધ- જુઓ સરકારના આ આદેશ બાદ તંત્રની કડક કાર્યવાહી

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં અગાઉ કોરોનાને કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પાનના ગલ્લાઓ બંધ રહ્યા હતા જેના કારણે તંબાકુ, મસાલા, સિગરેટ અને ગુટખા સહિતની પ્રોડક્ટના વ્યસનીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ હતી. એક સમય એવો આવી ગયો હતો કે, 5 રૂપિયામાં મળતી પડીકીઓ 50 રૂપિયામાં વેચાવા લાગી હતી. બેફામ કાળાબજારી ચાલી રહી હતી.

જો કે ત્યાર બાદ લોકડાઉન ખુલ્યું અને સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી. પરંતુ કાળાબજારીનું લોહી ચાખી ગયેલા હોલસેલના વેપારીઓ અને ગલ્લા ધારકોએ સામાન્ય સ્થિતિ હોવા છતા પણ પ્રોડક્ટ પર MRP કરતા પૈસા વધારે લેવાનું ચાલુ રાખ્યું હતું.

આવી ફરિયાદો મોટા પ્રમાણમાં મળવાનાં કારણે આખરે સરકારનાં તોલમાપ વિભાગ દ્વારા આવા અનેક ગોડાઉન અને પાનના ગલ્લાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં પાન પાર્લરમાં સીગરેટ/ઇમ્પોર્ટેડ સીગરેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થયને લગતી યોગ્ય ચેતવણી વગર કે એમ.આર.પી કરતા વધારે નાણા વસુલાતા હોવાની ફરિયાદનાં પગલે અન્ન નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના અનુસંધાને 85 હજાર જેટલા પાન પાર્લર અને પ્રોડક્ટના હોલસેલરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રોડક્ટ પર છાપવામાં આવેલી એમઆરપી સાથે છેડછાડ કરીને વધારે કિંમત વસુલવા અને અન્ય નિયમોના ઉલ્લંઘન સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ માલ જપ્ત કરવા ઉપરાંત દંડ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો આ કાર્યવાહી બાદ સિગરેટનાં વધારે ભાવ વસુલી રહેલા ગલ્લા અને પાન ધારકોમાં ફફડાટ ડેલી જવા પામ્યો છે.

પાનના ગલ્લા ચાલકો અને હોલસેલરોમાં આ સમાચાર આગની ઝડપે ફેલાવાને કારણે હવે સ્થિતિ કાબુમાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પ્રકારની કાર્યવાહી પરથી કહી શકાય કે જો આગામી સમયમાં પણ તંબાકુ, મસાલા, સિગરેટ અને ગુટખા સહિતની પ્રોડક્ટની કાળાબજારી કરતા લોકો પકડાશે તો તેને પાનના ગલ્લા બંધ કરવાનો વખત આવી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.