ટપ્પુડાનો મોટો નિર્ણય / સુપ્રસિદ્ધ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં ધીરે ધીરે તિરાડના એંધાણ, જુઓ શો છોડવા બાબતે ટપ્પુએ લીધો મોટો નિર્ણય

બોલિવૂડ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સેટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં શોમાં ટપ્પૂનો રોલ નિભાવનાર રાજ અનડકટની વિદાઈ થઈ શકે છે. જી હાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટૂંક સમયમા જ રાજ અનડકટ શોને છોડી રહ્યો છે અને હવે લોકો તેની પાછળનું કારણ મુનમુન દત્તા હોવાનું જણાવી રહ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. શોમાં એવા ઘણા કલાકારો છે જે વર્ષોથી આ શોનો હિસ્સો છે. એક કારણ એ પણ છે કે, આ શોએ તેમના સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં ઓળખ અપાવી છે. શોમાં ટપ્પુ (Tappu) નો રોલ નિભાવનાર રાજ અનડકટ (Raj Anadkat) ને લઇને એક મોટો અપડેટ સામે આવ્યા છે. સમાચાર છે કે, ટૂંક સમયમાં સિટકોમને બાય-બાય કહી શકે છે. આ મામલે શોના નિર્માતા અસિત કુમાર મોદી ( Asit Kumarr Modi) નું પણ નિવેદન સામે આવ્યું છે.

રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ટપ્પૂ (Tappu aka Raj Anadkat) એ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. વર્ષ 2017 માં રાજ શોનો હિસ્સો ત્યારે બન્યો જ્યારે ભવ્ય ગાંધી (Bhavya Gandhi) એ ટપ્પૂના રોલને આગળ નિભાવવાથી ઇનકાર કર્યો હતો. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર ટપ્પૂ ટૂંક સમયમાં શોને ક્વિટ કરી શકે છે.

રિપોર્ટમાં એક નજીકના સૂત્રના અહેવાલ આપતા કહેવામાં આવ્યું છે કે રાજની યાત્રા ખાટી-મીઠી રહી છે. ઘણી વખત એવું પણ થયું છે કે ટીમે તેની સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બધુ કામ કરી રહ્યું નથી. ના તો તે લાંબો સમય સુધી રહેવા તૈયાર છે અને ના કાસ્ટ અને ક્રૂ તેને રોકાવવા માટે કહી રહ્યા છે.

રિપોર્ટમાં એક નજીકના સૂત્રના અહેવાલ આપતા કહેવામાં આવ્યું છે કે રાજની યાત્રા ખાટી-મીઠી રહી છે. ઘણી વખત એવું પણ થયું છે કે ટીમે તેની સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બધુ કામ કરી રહ્યું નથી. ના તો તે લાંબો સમય સુધી રહેવા તૈયાર છે અને ના કાસ્ટ અને ક્રૂ તેને રોકાવવા માટે કહી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.