ન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
એક નાની બાળકી રમતા રમતા પૂલ નજીક જઈ રહી હોય છે તે દરમ્યાન તે તેમાં પડી જાય છે. નાનકડી બાળકી જેને તરવાનું પણ આવડતું ન હતું, તે રમતી વખતે પૂલમાં પડી ગઈ. જ્યારે તેના પર કોઈ ધ્યાન રાખી રહ્યું ન હતું. જે થયું તે જોયા બાદ સોશિયલ મીડિયામાં યુઝર હેરાન થઈ ગયા. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમારે આ વિડિયો અવશ્ય જોવો. ખાસ કરીને એવા લોકો કે જેમના ઘરમાં નાના બાળકો છે, જેથી તેઓ આ ઘટનામાંથી બોધપાઠ લઈને સતર્ક થઈ શકે. એક્સપ્લોર નામના યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ફાર્મહાઉસમાં એક નાની છોકરી પૂલ પાસે રમી રહી છે. તેનો ભાઈ નજીકમાં બેઠો છે અને તેના પિતા આરામ કરી રહ્યા છે. છોકરી રમતા રમતા પૂલમાં પડી જાય છે ત્યાર બાદ તે બચવા માટે તેના પગ પાણીમાં હલાવવા લાગે છે. સંજોગવશાત, તે જ સમયે તેનો ભાઈ તેને જુએ છે અને તરત જ પાણીમાં કુદીને નાની બાળકીને પાણીમાંથી બહાર કાઢે છે. છોકરીનો જીવ તો બચી ગયો, પણ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા.
View this post on Instagram
વીડિયો જોઈને લોકો બાળકીના માતા-પિતા પર આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, નાના બાળકોને આમ એકલા મુકવા ન જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે, આ વિડિયો જાણીજોઈને બનાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે, આ બધી ભૂલ માતા-પિતાની છે, બાળકને આ રીતે ન છોડવું જોઈએ. કેટલાક લોકોએ બાળકના બચી જવા માટે ભગવાનનો આભાર પણ માન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!