સુરત શહેના ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાના હત્યા પ્રકરણમાં ગણતરીના દિવસોમાં જ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને તેની મામી સાથે આડા સબંધ હતા. ગામમાં બંનેના પ્રેમસંબંધોની જાણ થઈ જતા તેઓ બંને સંજાણ રહેવા આવી ગયા હતા. જોકે બાદમાં મામીએ તેના વતન મામાના ઘરે જવાનો ઈન્કાર કરતા તથા અવારનવાર ઝગડો થતા ભાણેજે તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઉધના યાર્ડમાંથી એક પ્રેગ્નેટ મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસને આ આત્મહત્યા હોય તેવું લાગ્યુ હતું. જો કે બાદમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ માટે આ કેસ ચેલેન્જિંગ હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું.
મૃતક મહિલા એક યુવાન અને એક નાની બાળકી સાથે ટ્રેક પર જતા નજરે પડી હતી. જેથી પોલીસે યુવાનની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બાળકી સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવી હતી. જેથી રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર લાગેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી.
લાલુ અને મામી રીટા વચ્ચે શારીરિક સબંધ બધાતા રીટાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. બાદમાં બંને વચ્ચે અવારનવાર મામીને વતન તેમના પતિ પાસે મોકલવા અંગે ઝગડો ચાલતો હતો. રોજે રોજના ઝગડાથી કંટાળી જઇ લાલુએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. લાલુ રીટાને મેમુ ટ્રેનમાં વલસાડથી ઉધના રેલવે સ્ટેશન લઈ આવ્યો હતો. જ્યાં રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં બે દિવસ સુધી ફર્યા હતા.
બાદમાં ફરી ઉધના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે કોઈને કોઈ વાતને લઈ ઝગડો થયો હતો. જેથી કંટાળી જઇ આખરે લાલુ રીટાને લઈ ઉધના યાર્ડમાં લઇ ગયો હતો અને ત્યાં જ ગળું દબાવી તેની કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો રેલવે પોલીસે આરોપી લાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેવુ રેલવે ડીવાયએસપી બીએ ચૌધરીએ જણાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!