પોપ્યુલર વેબ સિરીઝ ‘Money Heist’ જોઈને મેનેજરને આવ્યો આઈડિયા, જુઓ પછી પોતાની જ બેન્કમાંથી ઉડાવ્યા એટલા કરોડ કે જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

જ્યારે તમે મની હાઈટ્સ વેબ સિરીઝનું નામ સાંભળો છો ત્યારે સૌથી પહેલા મનમાં શું આવે છે. સ્વાભાવિક છે કે બેંક, લૂંટ, ચોરીની યોજના અને અઢળક પૈસા છે. જો કે આ વેબ સિરીઝ માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો એવા છે જે ફિલ્મો અને વેબ સિરીઝ જોઈને જ ગુના કરવાની યોજના બનાવે છે.

આવું જ કંઈક મુંબઈમાં જોવા મળ્યું. અહીં એક બેંક મેનેજરે પોતાની બેંકમાંથી 34 કરોડ રૂપિયા ઉડાવી લીધા અને કોઈ પુરાવા છોડ્યા નહીં, પરંતુ તમે સાંભળ્યું જ હશે કે અપરાધી ગમે તેટલો હોશિયાર હોય એક દિવસ તો પકડાઈ જ જાય છે. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીનું નામ અલ્તાફ શેખ છે. તે મુંબઈના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ICICI બેંકમાં કેશ કસ્ટોડિયન મેનેજર તરીકે કામ કરતો હતો. એક વર્ષ પહેલાં જ્યારે તેણે મની હેઇસ્ટ વેબ સિરીઝ જોઈ, ત્યારે તેણે ઝડપથી અમીર બનવા માટે પોતાની બેંકની તિજોરી લૂંટવાની યોજના બનાવી.

તે બેંકમાં કામ કરતો હતો એટલે તેને ત્યાંની બધી જ ખબર હતી. તેથી તેણે એક યોજના બનાવી. તેમાં પોતાના મિત્રોને પણ સામેલ કર્યા. તેણે સૌપ્રથમ બેંકની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓનો અભ્યાસ કર્યો અને લૂંટ માટે જરૂરી સામગ્રી એકઠી કરી. તેણે 9 જુલાઈ, રજાના દિવસે બેંકનું એલાર્મ બગાડ્યું.

સીસીટીવીની તમામ હાર્ડ ડિસ્ક કાઢી નાખી અને તિજોરીમાંથી 34 કરોડ રૂપિયા લૂંટી લીધા. તેણે બધી રકમ AC ડક્ટના કાણાના માધ્યમથી બેન્કની બિલ્ડિંગના પાછળના બાંધેલા એક તિરપાલ પર ફેંકી દિધા. પૈસા ઉપાડી લીધા બાદ તેણે બેંકના વરિષ્ઠ અધિકારીઓને સીસીટીવી ડીવીઆર ગાયબ હોવાની જાણ કરી હતી.

આ પછી તિજોરીના પૈસાની તપાસ માટે એક ટીમને બેંકમાં બોલાવવામાં આવી હતી. બેંકની તપાસ ચાલી રહી હતી ત્યારે તેણે બેંકની તિજોરીમાંથી ચોરાયેલા 34 કરોડમાંથી 12 કરોડ તેના ત્રણ મિત્રો કુરેશી, અહેમદ ખાન અને અનુજ ગીરીને આપ્યા હતા. આ પછી તેણે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ લખાવી.

જોકે, પોલીસે લાંબા સમય સુધી આ મામલે તપાસ કરી અંતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે અઢી મહિના બાદ બેંકના કેશ કસ્ટોડિયન મેનેજર અલ્તાફ શેખની પણ પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે 9 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *